Home> Business
Advertisement
Prev
Next

KTMએ લોન્ચ કરી એક નવી દમદાર બાઇક, આટલી હશે કિંમત

અગ્રણી બાઇક નિર્માતા કંપની કેટીએમ (KTM)ને ઇન્ડિયન માર્કેટમાં પોતાની એક નવી બાઇક લોન્ચ કરી દીધી છે. હવે આ વખતે કંપનીએ 200 ડ્યુક એપીએસ(ABS)લોન્ચ કરી છે. 

KTMએ લોન્ચ કરી એક નવી દમદાર બાઇક, આટલી હશે કિંમત

નવી દિલ્હી: અગ્રણી બાઇક નિર્માતા કંપની કેટીએમ (KTM)ને ઇન્ડિયન માર્કેટમાં પોતાની એક નવી બાઇક લોન્ચ કરી દીધી છે. હવે આ વખતે કંપનીએ 200 ડ્યુક એપીએસ(ABS)લોન્ચ કરી છે. બાઇકની એક્સ શો રૂમ પ્રાઇસ દિલ્હીમાં 1.60 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ પહેલા કંપનીએ જણાવ્યું કે કંપની તેની એડવેન્ચર બાઇક કેટીએમ 390ને ભારતીય બજારમાં 2019માં લોન્ચ કરવા માટે કામ કરી રહી છે. આ મોડલ હાલના સ્ટ્રીટફાઇટર ડ્યુક્સ અને સુપરસ્પોર્ટ આરસી સિવાય કેટીએમના એડવેન્ચર રેન્જમાં સામિલ થશે. 

fallbacks

એન્જીનનો પાવર 25 પીએસ 
200 ડ્યુક એબીએસ વાળા વર્જનની વાત કરીએ કો તેની દિલ્હીમાં એેક્સ શોરૂમ પ્રાઇસ 1,51,757 રૂપિયા રાખવામાં આવ્યો છે. 200 ડ્યુક એબીએસના એન્જીનની વાત કરીએ તો તેમા 25 પીએસ પાવર છે. અને ટ્રેલિસ ફ્રેમ, એલ્યુમિનિયમ સ્વિંગઆર્મ તથા ઉચ્ચ ગુણવત્તા વાળા રેસિંગ ઉપકરણોની સાથે તેની રેસિંગના દમ પર પ્રદર્શન કરશે, બૉશ દ્વારા રજૂ કરવામાં આવેલા એબીએસ 200 ડ્યૂકને વધુ નિયંત્રણ સાથે શક્તિ આપી છે.

fallbacks

કેટીએમ 200 ડ્યૂક એબીએસના વિશે બજાજ ઓટો લિ.ના આધ્યક્ષ અમિત નંદીએ કહ્યું કે, એબીએસના લગાવ્યા ગયા બાદ અમારા ગ્રાહકોની પાસે કેટીએમ 200 ડ્યૂકમાં એબીએસ અને એબીએસ રહિક સંક્રમણોમાંથી પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. 

ત્રણ આકર્ષક કલરમાં મળશે બાઇક
કંપનીએ કહ્યું કે કેટીએમ 200 ડ્યુક એબીએસ સમગ્ર ભારતમાં 450 વિશેષ કેટીએમ શો રૂમમાં નારંગી, સફેદ અને બ્લેક એમ ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે. કેટીએમ 200 ડ્યૂક એબીએસ વીનાની 1,51,757 રૂપિયા રાખવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More