Home> World
Advertisement
Prev
Next

બે દિવસમાં ફ્રાંસની સેનાએ ઠાર માર્યા 30 આતંકવાદી, ફ્રાંસનું સૌથી મોટું સૈન્ય અભિયાન

ગુરૂવારે અને શુક્રવારે રાત્રે ચલાવવામાં આવેલા અભિયાનમાં મુખ્ય જિહાદી સરગના હમદૂન કૂફાના મોતની સંભાવના છે. કૂફા અલ-કાયદા જિહાદી સમૂહ કતિબત માકિનાનો મુખિયો છે.

બે દિવસમાં ફ્રાંસની સેનાએ ઠાર માર્યા 30 આતંકવાદી, ફ્રાંસનું સૌથી મોટું સૈન્ય અભિયાન

બામાકો: ફ્રાંસના સશસ્ત્ર બળોના મંત્રલાયે કહ્યું કે તેના આતંકવાદ વિરોધી દળોએ માલીમાં અલ-કાયદા સાથે જોડાયેલા ઓછામાં ઓછા કટ્ટરવાદીઓને ઠાર માર્યા છે. ફ્રાંસની સશસ્ત્ર દળોની મંત્રી ફ્લિરેંસ પાર્લીએ ટ્વિટર પર જાહેર કરેલા નિવેદન પર કહ્યું ''ગુરૂવારે અને શુક્રવારે રાત્રે ચલાવવામાં આવેલા અભિયાનમાં મુખ્ય જિહાદી સરગના હમદૂન કૂફાના મોતની સંભાવના છે. કૂફા અલ-કાયદા જિહાદી સમૂહ કતિબત માકિનાનો મુખિયો છે. જેને જેએનઆઇએમના નામે ઓળખવામાં આવે છે.
fallbacks

fallbacks

મંત્રાલયે જણાવ્યું કે હુમલામાં ફ્રાંસના સૈનિકોએ આતંકવાદી પર હવાઇ હુમલો, હેલિકોપ્ટરથી બોમ્બમારો અને જમીની કાર્યવાહી કરી. ઓપરેશન બરખાને ફ્રાંસનું વિદેશોમાં સૌથી મોટું સૈન્ય અભિયાન છે. તેના હેઠળ આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં ત્રણ હજાર ફ્રાંસીસી સૈનિકોને ગોઠવવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More