નવી દિલ્હીઃ દર વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની આતૂરતાપૂર્વક રાહ જોવા હોય છે, પરંતુ હવે તેની આતૂરતાનો અંત આવવાનો છે. હકીકતમાં કેન્દ્ર સરકાર જલ્દી પોતાના કરોડો કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. બસ હવે સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે સરકારે દિવાળી પહેલા ડીએ વધારી કર્મચારીઓને તહેવારની ભેટ આપી હતી. આ દરમિયાન 3 ટકાનો વધારો થયો હતો. તો જાન્યુઆરી 2024માં ડીએમાં 4 ટકાનો વધારો થયો હતો.
હોળી પહેલા મળી શકે છે ગુડ ન્યૂઝ
ઘણા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્ર સરકાર હોળીના તહેવાર પહેલા જાન્યુઆરી 2025 માટે મોંઘવારી ભથ્થા ( DA Hike 2025) ની જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે આ વર્ષે 14 માર્ચે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. તેવામાં આગામી સપ્તાહે સરકાર જાહેરાત કરી શકે છે. સાતમાં પગાર પંચ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ માટે વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. પ્રથમ વધારો 1 જાન્યુઆરી તો બીજો 1 જુલાઈથી અમલમાં આવે છે. જેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળે છે.
આ પણ વાંચોઃ ટાટા ગ્રુપ લોન્ચ કરશે વર્ષનો સૌથી મોટો આઈપીઓ, એક ક્લિકમાં જાણો AtoZ માહિતી
કઈ રીતે નક્કી થાય છે ડીએ વધારો?
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટે અખિલ ભારતીય કંઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધાર પર વેતનમાં સંશોધન કરે છે. કેન્દ્ર સરકાર દર 6 મહિને મોંઘવારીની આકરણી કરે છે અને તેના આધારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થાય છે. મહત્વનું છે કે આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગૂ થાય છે. પરંતુ તેની જાહેરાત હંમેશા બે કે ત્રણ મહિના બાદ કરવામાં આવે છે. જાન્યુઆરી 2025ના મોંઘવારી ભથ્થા માટે સરકાર જુલાઈ-ડિસેમ્બર 2024ના આંકડાના આધારે ગણતરી કરશે.
આ વખતે કેટલો થઈ શકે છે વધારો
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં અખિલ ભારતીય CPI-IW ઘટીને 143.7 પર આવી ગયો છે. CPI-IW કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 2 ટકાના વધારાનો સંકેત આપે છે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 55 ટકા થઈ શકે છે. આ પહેલા સરકારે ઓક્ટોબર 2024માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો. વર્તમાનમાં મોંઘવારી ભથ્થું 53 ટકાના દરે મળી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે