Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા ઉપરાંત બરફનો ગોળો, બરફ પેપ્સી કે આઇસક્રીમ આરોગે છે. પણ આ નાના બાળકો કે લોકોના સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તે એક્સપર્ટે જણાવ્યું.
વડોદરા ઉપરાંત રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીથી બચવા નાગરિકો બરફનો ગોળો, બરફની પેપ્સી, આઇસક્રીમ વધુ ખાતા હોય છે. 10 રૂપિયાનો બરફનો ગોળો, આઈસ્ક્રીમ, 1 કે 2 રૂપિયાની પેપ્સી નાના બાળકોથી લઈ તમામ લોકો ખાય છે. બરફનો ગોળો, આઈસ્ક્રીમ કે 2 રૂપિયાની પેપ્સી ખાતા સમયે તમને મજા આવશે પણ બાદમાં આ મજા બીમારીના રૂપમાં તમને સજા આપશે તે નક્કી છે. વડોદરામાં ઝી 24 કલાકની ટીમે 2 રૂપિયાની પેપ્સી વેચતા, આઇસક્રીમ પાર્લર ચલાવતા દુકાનદાર તેમજ બરફનો ગોળો વેચતા લારી ધારક સાથે વાત કરી. 2 રૂપિયાની પેપ્સી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરવામાં આવે છે, જેમાં અલગ અલગ કાલા ખટ્ટા, ઓરેન્જ, મિલ્કી, જીરું, લસ્સી ફ્લેવરના પેપ્સી આવે છે. આ પેપ્સી નાના બાળકોથી લઈ તમામ માટે હાનિકારક છે. તેવી જ રીતે લારી લઈને આઈસ્ક્રીમ વેચવા નીકળતા વેપારીની આઈસ્ક્રીમ પણ તમને નુકશાન પહોચાડી શકે છે. ખુદ આઇસક્રીમ પાર્લરના દુકાનદારે કબૂલ્યું છે કે બહાર ખુલ્લામાં લારી લઈને આઈસ્ક્રીમ વેચતા વેપારીની આઈસ્ક્રીમ નુકશાન કારક હોય છે. અનહાઈજેનિક આઈસ્ક્રીમ હોવાથી તમને ઝાડા, ઉલટી, ગળામાં દુખાવો થઈ શકે છે. તેવી જ રીતે 10 રૂપિયાના બરફના ગોળનો કલર પણ પણ ખાવા લાયક છે કે કેમ તે શંકાના દાયરામાં છે.
અંબાલાલ પટેલની તારીખ સાથે આગાહી, 7 માર્ચ બાદ ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટું થશે
ઉનાળામાં બરફનો ગોળો, 2 રૂપિયાની પેપ્સી, કે આઈસ્ક્રીમ ખાવી જોઈએ કે નહીં તે અંગે શહેરના ENT સ્પેશિયાલિસ્ટ ડો. રંજન ઐયરે કહ્યું કે પ્લાસ્ટિકની થેલીમાં પેક 2 રૂપિયાની પેપ્સી ખાવાલાયક નથી હોતી. તેનાથી નાના બાળકો બીમાર પડી શકે છે, તેવી જ રીતે બરફનો ગોળો પણ મોટાભાગે ખાવાલાયક નથી હોતો. કેમકે ગોળા માટે કેવા બરફ અને કલરનો ઉપયોગ થાય છે તે ખબર નથી હોતી. ખોરાક વિભાગ દ્વારા તેને પ્રામાણિત કરવામાં આવતું નથી. જેથી તે પણ ખાવાલાયક નથી. 2 રૂપિયાની પેપ્સી કે બરફનો ગોળો ખાવાથી ટોન્સિ લાઇટ્સ, ફેરિન જાઇટિસ, સોર થ્રોટ (ગળું છોલાવવું), મોઢામાં ચાંદા પડવા જેવા રોગ થઈ શકે છે.
તેવી જ રીતે ઉનાળામાં ઠંડુ પાણી પીવું જોઈએ કે નહીં તે બાબતે જ્યારે તબીબ સાથે વાત કરી તો તબીબે કહ્યું સારા સ્ત્રોતનું હાઇજેનિક પાણી ઠંડુ કરીને પીવીએ તો તરસ છિપાય છે. ઠંડા પાણીથી રોગ નથી થતા.
ઉનાળામાં નાના બાળકો માતા પિતા પાસે 2 રૂપિયાની પેપ્સી કે બરફનો ગોળો ખાવાની જીદ કરતા હોય છે. ત્યારે આવા વાલી સાથે પણ અમારી ટીમે વાત કરી. વાલીઓએ કહ્યું કે અમે તો અમારા બાળકોને ખાવા નથી લઈ જતા. અમે ઉનાળામાં આ બધું બાળકને ખવડાવવા માટે એવોઇડ કરીએ છીએ. અને જો ખાવું હોય તો હાઇજિન કન્ડિશન હોય તેવી જગ્યાએ જ અમે ખાઈએ છીએ.
ચાર દીકરીઓએ ચૌહાણ પરિવારનું નામ રોશન કર્યું, એકસાથે પોલીસ ભરતીમાં સામેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે