8th Pay Commission: સરકારી કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. સરકારે 8મા નાણાપંચની રચનાને મંજૂરી આપી દીધી છે. સરકારી કર્મચારીઓ અને પગારદારો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા. ચાલો જાણીએ કે આ પગારપંચના અમલથી સરકારી કર્મચારીઓના પગાર પર શું અસર પડશે. અને તેનો અમલ ક્યારે કરી શકાય.
શું છે આઠમું પગારપંચ? (What is 8th Pay Commission)
આ 8મું નાણાપંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળતા પેન્શન, ભથ્થા અને પગારમાં ફેરફાર કરશે. એક તરફ પગાર પંચ લાગુ થયા બાદ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે તો બીજી તરફ મોંઘવારી ભથ્થામાં પણ સુધારો થશે. તમને જણાવી દઈએ કે, પગાર પંચ કેન્દ્ર સરકારને સરકારી કર્મચારીઓના પગારમાં સુધારો કરવાની સલાહ આપે છે. આ પ્રક્રિયા દર 10 વર્ષે કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ આ સપ્તાહે IPO માર્કેટમાં મોટી હલચલ, બે કંપનીના ઈશ્યુ થશે ઓપન, જાણો દરેક વિગત
51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી
સરકાર તરફથી તે જણાવવામાં આવ્યું નથી કે પગારમાં કેટલા ટકા વધારો થશે. પરંતુ તે ફિટમેન્ટ ફેક્ટરથી નક્કી થાય છે. અલગ-અલગ રિપોર્ટ્સ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર 2.57થી 2.86 કરી શકાય છે. જો આમ થયું તો ફિટમેન્ટ ફેક્ટર 2.86 અનુસાર મિનિમમ બેસિક સેલેરી 18000 રૂપિયાથી વધી 51480 રૂપિયા થઈ શકે છે.
શું હોય છે ફિટમેન્ટ ફેક્ટર?
પગાર પંચ આ ફિટમેન્ટ ફેક્ટર દ્વારા પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારો કરે છે. આ તે પદ્ધતિ છે જેના દ્વારા સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી કરવામાં આવે છે. મોંઘવારી, કર્મચારીઓની જરૂરિયાત વગેરે જેવા પરિબળો આમાં સામેલ છે.
આ પણ વાંચોઃ સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
50 લાખ સરકારી કર્મચારીઓને આ પગારપંચનો લાભ મળી શકે છે. 60 લાખ પેન્શનધારકોને પણ લાભ મળી શકે છે. તમને જણાવી દઈએ કે, અહેવાલો અનુસાર, આ પગાર પંચ 1 જાન્યુઆરી, 2026થી લાગુ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે