8th Pay Commission: દેશના 44 લાખ સરકારી કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરો આઠમું પગાર પંચ લાગૂ થવાની રાહ જોઈ રહ્યાં છે. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી આઠમાં પગાર પંચનાની રચનાને મંજૂરી આપવામાં આવી હતી, જેથી કેન્દ્રીયકર્મીઓના વેતન અને પેન્શનને સંશોધિત કરી શકાય. પરંતુ આઠમાં પગાર પંચની રચના છતાં સત્તાવાર રીતે તેની જાહેરાત માટે હજુ કર્મચારીઓએ થોડી પ્રતીક્ષા કરવી પડશે.
ક્યારથી લાગૂ થશે આઠમું પગાર પંચ?
હકીકતમાં આઠમાં પગાર પંચની ભલામણો આ વર્ષે એટલે કે 2025ના અંત સુધી સરકારની પાસે મોકલવાની આશા છે. મિંટે પોતાના સમાચારમાં એમ્બિટ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના રિપોર્ટનો દવાલો આપતા કહ્યું કે તે જાન્યુઆરી 2026થી લાગૂ કરી શકાય છે. પરંતુ વાસ્તરમાં આઠમાં પગાર પંચને ક્યારથી લાગૂ કરવામાં આવશે તે એ વાત પર નિર્ભર કરવામાં આવશે કે તેનો ભલામણ રિપોર્ટ ક્યા સુધી સરકારને સોંપવામાં આવે છે અને તેની મંજૂરી ક્યારે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે.
તેમ માનવામાં આવી રહ્યું છે કે આ ભલામણની મંજૂરી બાદ આઠમાં પગાર પંચને નાણાકીય વર્ષ 2027મા લાગૂ કરી શકાય છે. રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું છે કે આઠમાં પગાર પંચની ભલામણ લાગૂ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના વેતન અને પેન્શનમાં આશરે 30થી 34 ટકાનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઈન્વેસ્ટમેન્ટની 'ગુરૂ' છે પોસ્ટ ઓફિસની આ સ્કીમ, 5 વર્ષમાં ₹35 લાખનો ફાયદો
પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 30-34 ટકાનો વધારો થવાથી સરકાર પર લગભગ 1.80 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. નોંધનીય છે કે કમિશનની ભલામણ પછી, ફિટમેન્ટ ફેક્ટર અનુસાર પગાર, પેન્શન અને ભથ્થાં વધશે. સૌથી મહત્વની વાત એ છે કે સરકારી કર્મચારીઓનો પગાર અને પેન્શન દેશમાં ફુગાવા, કર્મચારીઓની જરૂરિયાતો અને સરકારની નાણાકીય ક્ષમતા પર આધાર રાખે છે.
કેન્દ્રીય કર્મચારીઓના પગાર સુધારણામાં, પગાર પંચ ફુગાવા, દેશની અર્થવ્યવસ્થા તેમજ આર્થિક અસમાનતા અને અન્ય બાબતોને ધ્યાનમાં લે છે. આ સાથે, કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગાર સાથે આપવામાં આવતા બોનસ, ભથ્થાં અને અન્ય સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવે છે. નોંધનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા માટે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. સરકારે વર્ષ 1946 માં પગાર પંચની રચના કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે