બલ્ગેરિયાના રહસ્યવાદી અને ભવિષ્યવક્તા બાબા વેંગાનું અસલ નામ પાંડેવા દિમિત્રોવા હતું. પોતાના જીવનકાળમાં તેમણે એવી અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાંથી કેટલીક સાચી પણ પડી. તેમણે ભવિષ્યમાં ઘટનારી સંભવિત ઘટનાઓથી લઈને ટેક્નિકલ વિકાસ સુદ્ધાની ભવિષ્યવાણી કરેલી છે.
બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણીઓ ચોંકાવનારી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે તેમનામાં ભવિષ્ય જોવાની શક્તિ હતી. જ્યારે કેટલાક લોકો તેમને શંકાની નજરે પણ જોતા હતા. વર્ષ 1999માં બાબા વેંગાનું મૃત્યુ થયું. આમ છતાં હજુ પણ તેમની ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
બાબા વેંગાએ વર્ષ 2025 5079 સુધી કઈ કઈ ભવિષ્યવાણીઓ કરેલી છે તે ખાસ જાણો...
તેમની ભવિષ્ય જોવાની શક્તિ પર વિશ્વાસ કરો કે ન કરો પરંતુ આજના સમયમાં પણ તેમનું નામ ચર્ચામાં રહે છે. તેમણે વર્ષ 2025થી લઈને 5079 સુધી કેટલીક નોંધપાત્ર ભવિષ્યવાણીઓ કરેલી છે. જાણો તેના વિશે...
વર્ષ 2025માં યુરોપમાં વસ્તી ઓછી થશે.
વર્ષ 2028માં વિશ્વમાંથી ભૂખમરો દૂર થશે અને માનવની પહોંચ શુક્ર ગ્રહ સુધી હશે.
વર્ષ 2033માં જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રનું જળસ્તર વધશે. આ એક ચિંતાજનક ભવિષ્યવાણી છે કારણ કે ભારતમાં અનેક રાજ્યો દરિયાકાંઠો ધરાવે છે જેમાં ગુજરાત પણ 1600 કિમી જેટલો લાંબો દરિયાકાંઠો ધરાવે છે. જો જળસ્તર વધી જાય તો અનેક સમસ્યાઓ જોવા મળશે. શહેરો-ગામડાઓ પણ ડૂબી શકે.
વર્ષ 2043 સુધીમાં યુરોપમાં ઈસ્લામિક શાસન આવશે.
વર્ષ 2046માં આર્ટિફિશિયલ બોડી ઓર્ગનનું મોટા પાયે ઉત્પાદન થશે.
વર્ષ 2066માં અમેરિકા પર્યાવરણ વિધ્વંસક હથિયારની શોધ કરશે.
વર્ષ 2076માં સમાજમાંથી જાતિ વ્યવસ્થા સંપૂર્ણ રીતે દૂર થશે.
વર્ષ 2084માં કુદરત સ્વયં પુર્નજીવિત કરવાનું શરૂ કરી દેશે.
વર્ષ 2088મં એ વાયરસ લોકોમાં ઝડપથી વૃદ્ધાવસ્થા લાવશે.
વર્ષ 2097 વાયરસનો ઈલાજ શોધી લેવાશે.
વર્ષ 2100માં એક આર્ટિફિશિયલ સૂર્ય પૃથ્વીના અંધારા ભાગને ગરમ કરશે.
વર્ષ 2111માં રોબોટનું વર્ચસ્વ વધી જશે.
વર્ષ 2167માં એક નવા ધર્મને વૈશ્વિક સ્તર પર લોકપ્રિયતા મળશે.
વર્ષ 2170માં દુનિયાએ ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે.
વર્ષ 2195માં જળગત સમુદાયનો ઉભાર થશે.
વર્ષ 2279માં બ્લેક હોલ અને અંતરિક્ષ પદાર્થોની શોધ કરાશે.
વર્ષ 2288માં ટાઈમ મશીનના કારણે એલિયન્સનો સંપર્ક થઈ શકશે.
વર્ષ 2291માં સૂર્ય વધુ ઠંડો પડશે અને મનુષ્ય તેને ગરમ કરવાની કોશિશ કરશે.
વર્ષ 2299માં ફ્રાન્સ ઈસ્લામિક રાજ્યો વિરુદ્ધ ગોરિલા યુદ્ધ કરશે.
વર્ષ 2302માં ન્યાય સિસ્ટમ વધુ સારી થશે.
વર્ષ 2304માં મનુષ્યોએ ચંદ્રમાનો વ્યાપક અભ્યાસ કરી લીધો હશે.
વર્ષ 2341માં પૃથ્વીને બીજી દુનિયાના લોકોથી જોખમ રહેશે.
વર્ષ 2371માં દુષ્કાળની સમસ્યા સમગ્ર વિશ્વમાં જોવા મળશે.
વર્ષ 2480માં બે આર્ટિફિશિયલ સૂર્યના ટકરાવવાના કારણે સંપૂર્ણ રીતે અંધારું છવાઈ જશે.
વર્ષ 3010માં એક એસ્ટેરોઈડ ચંદ્રમા સાથે અથડાશે જેના કારણે ધૂળનું વિશાળ વાદળ જોવા મળી શકે છે.
વર્ષ 3797માં તમામ જીવિત પ્રાણીઓ ગાયબ થશે.
વર્ષ 4302માં વિજ્ઞાન અન ટેક્નોલોજીને અપનાવવા સાથે શહેરો ફરીથી ઊભરી રહ્યા હશે.
વર્ષ 5079માં દુનિયાનો અંત થઈ જશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે