Home> Business
Advertisement
Prev
Next

8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર અને કેટલો વધશે તમારો પગાર? સરળ ભાષામાં સમજો

સાતમાં પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014મા કરવામાં આવી હતી, પરંતુ તેની ભલામણો જાન્યુઆરી 2016થી લાગૂ થઈ હતી. પંચને પોતાની ભલામણો અને રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય મળ્યો હતો.

  8th Pay Commission: શું છે ફિટમેન્ટ ફેક્ટર અને કેટલો વધશે તમારો પગાર? સરળ ભાષામાં સમજો

Central Government Employee: કેન્દ્ર સરકારમાં કામ કરતા 1.2 કરોડથી વધુ કર્મચારી અને પેન્શનરો આતૂરતાપૂર્વક આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યાં છે. પહેલા તે આશા હતી કે આગામી પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પોતાનો કાર્યકાળ શરૂ કરશે, પરંતુ હવે તેમ લાગતું નથી કારણ કે હજુ સુધી સભ્યોની નિમણૂંકના સંબંધમાં વધુ પ્રગતિ થઈ નથી. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર છે કે બ્રોકરેજ ફર્મ એંબિટ કેપિટલના એક તાજેતરના રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોને આઠમાં પગાર પંચ અનુસાર વેતનમાં 34 ટકા સુધીનો વધારો થઈ શકે છે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે પંચની ભલામણો લાગૂ થયા બાદ તેનાથી ન માત્ર સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે, પરંતુ દેશમાં વપરાશ ખર્ચને પણ જબરદસ્ત પ્રોત્સાહન મળશે.

fallbacks

શું છે ફિટમેન્ટ ફેક્ટર?
પગાર પંચ હેઠળ, પગાર, પેન્શન અને ભથ્થાંમાં સુધારો ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવે છે. આ મુખ્ય પરિબળ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શન નક્કી કરે છે. તે ફુગાવા, કર્મચારીઓની જરૂરિયાતો અને સરકારની ક્ષમતા જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. હાલમાં, કેન્દ્રીય કર્મચારીઓનું પગાર માળખું 2016 માં અમલમાં આવેલા 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83 અને 2.46 ની વચ્ચે હોઈ શકે છે. આ ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો વધારો મળશે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ પૈસા ડૂબશે નહીં, ફક્ત વધશે: આ છે 5 'મહા-સુરક્ષિત' રોકાણ, આંખ બંધ કરી લગાવો પૈસા!

ફિટમેન્ટ ફેક્ટરની પગાર પર અસર?
વર્તમાન પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 2.57 ટકા લાગુ કર્યો હતો. જોકે, આનો અર્થ એ નથી કે પગારમાં 2.57 ગણો વધારો થયો છે, કારણ કે તે ફક્ત મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યો હતો, જેનાથી તે ઓછામાં ઓછો ₹18,000 થયો હતો. પગાર ઘટકમાં વાસ્તવિક વધારો 14.3 ટકા હતો. નોંધનીય છે કે નવા કમિશનની શરૂઆતમાં મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવ્યું છે, કારણ કે સૂચકાંક ફરીથી આધારિત છે. આઠમા પગાર પંચ હેઠળ પણ આવું જ થવાની અપેક્ષા છે. સરકારી કર્મચારીઓના પગારમાં મૂળ પગાર, મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડું ભથ્થું (HRA) અને પરિવહન ભથ્થું શામેલ છે. કર્મચારીઓનો મૂળ પગાર તેમની કુલ આવકના 51.5 ટકા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More