Curry leaves For fat Loss: મીઠા લીમડાના પાનનો ઉપયોગ ભારતીય વ્યંજનોમાં વઘારમાં કરવામાં આવે છે. આ લીલા પાન ભોજનનો સ્વાદ વધારે છે. લીમડાના પાન તેના સ્વાસ્થ્ય વર્ધક ગુણ માટે પણ પ્રખ્યાત છે. લીમડાના પાન વજન ઘટાડવા માટે પણ ફેમસ છે. જાણીને આશ્ચર્ય થશે પણ લીમડાના પાનમાં એવા ગુણ હોય છે જે વજન ઘટાડવા માટે આદર્શ સાબિત થાય છે. વેટ લોસ જર્નીમાં લીમડાના પાન સામેલ કરવાથી લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: Kankhajura: કાનમાં ઘુસેલા કાનખજૂરાને બહાર કાઢવાના 5 દેશી જુગાડ
લીમડાના પાન વેટ લોટ જર્નીને સરળ બનાવી શકે છે. લીમડાના પાનમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી પી શકાય છે. 1 મહિના સુધી આ મિશ્રણનું સેવન નિયમિત કરવાથી વેટ લોસમાં ફરક દેખાવા લાગશે. લીમડાના પાન એન્ટી ઓક્સીડન્ટ અને આલ્કલોઈડથી ભુરપુર હોય છે જે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે.
આ પણ વાંચો: ઇન્સ્ટન્ટ ગ્લો માટે આ 2 વસ્તુનો ફેસ પેક લગાડો, 15 મિનિટમાં સ્કિન પર દેખાશે ફરક
મીઠા લીમડાના પાનમાં કાર્બેજોલ અને આલ્કલાઈન ગુણ હોય છે જે ઝડપથી વજન ઘટાડે છે. રોજ વાસી મોઢે 5 થી 7 પાન લીમડાના ચાવીને ખાવાથી પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે. તે બોડી ફેટ ઝડપથી ઓછું કરે છે. અને શરીરની અશુદ્ધીઓ પણ દુર થાય છે.
લીમડાના પાનની ચા બનાવીને પણ પી શકાય છે. આ ચા નો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી પી શકાય છે. આ રીતે લીમડાના પાનનો ઉપયોગ રોજ કરવાથી 1 મહિનામાં વજનમાં અંદર દેખાશે.
આ પણ વાંચો: Travel Tips: ચોમાસામાં ફરવાની મજા આવે એવી અને ગુજરાતની નજીક આવેલી 5 સુંદર જગ્યાઓ
લીમડાના પાનના ફાયદા
લીમડાના પાનનું સેવન કરવાથી વજન ઓછું થાય છે અને પાચન પણ સુધરે છે. મેગ્નેશિયમ, ફાઈબર, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ હોય છે જે વજન ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Beauty Hacks: શરીર પર આ વસ્તુ લગાડી પરફ્યુમ છાંટો, આખો દિવસ શરીરમાંથી આવશે સુગંધ
જે લોકોનું બ્લડ શુગર વધારે રહેતું હોય તેમને પણ લીમડાના પાન લાભ કરે છે. લીમડાના પાનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.
લીમડાના પાન બ્રેન હેલ્થને પણ સુધારે છે. તેનાથી મેમરી શાર્પ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે