Aadhaar Card: ભારત સરકારે ખાનગી કંપનીઓને મોટી મંજૂરી આપી છે. જી હા...એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. જાણો તેનાથી યુઝર્સને ફાયદો થશે કે નુકસાન? ભારત સરકારે ખાનગી સંસ્થાઓની મોબાઈલ એપ્સમાં આધાર-ઈનેબલ ફેસ ઓર્થિટિકેશનને સામેલ કરવાની પરવાનગી આપી છે. આનો ફાયદો યુઝર્સને થશે.
યૂઝર્સની Identity Verification સરળ, સુરક્ષિત બનાવી શકાશે. એટલું જ નહીં, આ પગલું ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવામાં સેવાઓની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવામાં અને Ease of Living વધારવામાં મદદ કરશે. આ સિવાય ક્રેડિટ રેટિંગ બ્યુરો, ઈ-કોમર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટાલિટી, એગ્રીગેટર્સ અને હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર જેવા અન્ય ક્ષેત્રોને ફાયદો થશે.
આધાર-ઈનેબલ ફેસ ઓર્થિટિકેશનનો ઉપયોગ
E-KYC વેરિફિકેશન, કર્મચારી હાજરી માર્ક, ગ્રાહક ઓનબોર્ડિંગ સાથે પરીક્ષા નોંધણી આધાર ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કરી શકાય છે. આ બાયોમેટ્રિક ઓર્થેટિકેશન સિક્યોર અને ફાસ્ટ સર્વિસ આપશે. OTP અથવા દસ્તાવેજો પર નિર્ભરતા પણ ઓછી હશે.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) અનુસાર, આ મોટો નિર્ણય આધાર ઓર્થેટિકેશન ફોર ગુડ ગવર્નન્સ એમેન્ડમેન્ટ રૂલ્સ, 2025 હેઠળ લેવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય સુશાસન અને સેવા વિતરણમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે.
આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ (swik.meity.gov.in) પણ શરૂ કરવામાં આવ્યું છે. અહીં તમને ઓર્થેટિકેશન સેવાઓ માટે એપ્લિકેશન અને ઓનબોર્ડિંગ પ્રક્રિયા સંબંધિત માર્ગદર્શિકા મળશે. MeitY સેક્રેટરી એસ. કૃષ્ણને આ પોર્ટલ લોન્ચ કર્યું હતું. UIDAIના CEO ભુવનેશ કુમાર, NICના ડાયરેક્ટર જનરલ ઈન્દર પાલ સિંહ સેઠી, UIDAIના ડીડીજી મનીષ ભારદ્વાજ અને અમોદ કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર હતા.
MeitY સેક્રેટરી એસ. ક્રિષ્નને કહ્યું, "આધાર ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ મદદ કરી રહ્યું છે. આધાર કાર્ડની મદદથી ગુડ ગવર્નન્સ પોર્ટલને ઠીક કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આધાર કાર્ડ સુધારણા માટેની મર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી." જોકે, મોબાઈલ નંબર અપડેટ કરવાની કોઈ લિમિટ નથી. આધાર કાર્ડમાં નામ પણ અપડેટ કરી શકાય છે, જો કે આ સુધારો માત્ર બે વાર જ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે