Home> Sports
Advertisement
Prev
Next

Champions Trophy : અફઘાનિસ્તાને જેને હરાવ્યું એ જ ટીમ અપાવી શકે છે સેમિફાઇનલની ટિકિટ, જાણો સમીકરણ

Champions Trophy : ઓસ્ટ્રેલિયા સામેની મેચ વરસાદના કારણે રદ થતાં અફઘાનિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વધુ એક મોકો મળ્યો છે. હવે જો અફઘાનિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવું હોય તો તેને ઇંગ્લેન્ડની મદદની જરૂર છે. તો આ લેખમાં જાણી લઈએ કે અફઘાનિસ્તાન કેવી રીતે સેમિફાઇનલમાં પહોંચી શકે છે. 

Champions Trophy : અફઘાનિસ્તાને જેને હરાવ્યું એ જ ટીમ અપાવી શકે છે સેમિફાઇનલની ટિકિટ, જાણો સમીકરણ

Champions Trophy : લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ વરસાદના કારણે રદ થતાં અફઘાનિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વધુ એક મોકો મળ્યો છે. જેના કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો જે ગતિએ ટાર્ગેટનો પીછો કરી રહ્યા હતા તે જોતા તેમની જીત નિશ્ચિત જણાતી હતી. જો વરસાદ પડ્યો ના હોત તો અફઘાનિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હોત, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તેની આશા જીવંત છે. સ્ટીવ સ્મિથની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયાએ મેચ રદ્દ થતાં ભારત અને ન્યુઝીલેન્ડની સાથે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે જો અફઘાનિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવું હોય તો તેને ઇંગ્લેન્ડની મદદની જરૂર છે.

fallbacks

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી વાગશે કોહલીનો ડંકો, આ સિદ્ધિ મેળવનાર બનશે પ્રથમ બેટર

વરસાદના કારણે મેચ ધોવાઈ 

274 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ટ્રેવિસ હેડની ઝડપી અડધી સદીની મદદથી 12.5 ઓવરમાં 109-1ના સ્કોર સાથે આરામદાયક જીત તરફ આગળ વધી રહ્યું હતું. જો કે, 30 મિનિટના વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. વરસાદના કારણે ગ્રાઉન્ડમાં એટલું બધું પાણી ભરાઈ ગયું હતું કે, મેચ રમાડવી પણ મુશ્કેલ હતી. જેના કારણે 20-ઓવરની મેચના કટ-ઓફ સમયના એક કલાક કરતાં પણ વધુ સમય પહેલા મેચ રદ્દ કરવામાં આવી હતી.

અફઘાનિસ્તાન કેવી રીતે ક્વોલિફાય થઈ શકે ?

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન મેચના પરિણામથી એ વાતની પુષ્ટિ થઈ છે કે અફઘાન ટીમને હજુ પણ સેમીફાઈનલમાં જવાની આશા છે, પરંતુ ઘણી ઓછી છે. અફઘાનિસ્તાનના ત્રણ પોઈન્ટ છે. તેમના સાઉથ આફ્રિકાના બરાબર પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકાને કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. સમીકરણો એવા બની રહ્યા છે કે આ મેચમાં માત્ર ઈંગ્લેન્ડનો વિજય અફઘાનિસ્તાનને ટોપ-4માં સ્થાન અપાવી શકે છે, પરંતુ અંગ્રેજોને આ મેચ મોટા અંતરથી જીતવી પડશે.

વિદેશ જનારાઓ ખાસ જાણે, સરકારે પાસપોર્ટના નિયમમાં કર્યો ફેરફાર, ખાસ જાણો

આ સમીકરણથી અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી શકે છે

જો ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચ જીતી જાય છે, તો લીગ તબક્કાના અંત પછી અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમોના સમાન પોઈન્ટ હશે. જો કે, અફઘાનિસ્તાનનો નેટ રન રેટ (-0.990) દક્ષિણ આફ્રિકાના (+2.145) કરતા ઘણો પાછળ છે. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડ પ્રથમ બેટિંગ કરે તો તેણે દક્ષિણ આફ્રિકાને ઓછામાં ઓછા 207 રનથી હરાવવું પડશે. જો ઈંગ્લેન્ડ પ્રથમ બોલિંગ કરે તો તેણે 11.1 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરવો પડે. જો દક્ષિણ આફ્રિકા નાના માર્જિનથી હારી જશે તો તેઓ ક્વોલિફાય થઈ જશે અને અફઘાનિસ્તાનની સફર પૂરી થઈ જશે. જો આ મેચ પણ વરસાદના કારણે રદ્દ થશે તો પણ દક્ષિણ આફ્રિકા નોકઆઉટ સ્ટેજમાં પહોંચી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More