Home> Business
Advertisement
Prev
Next

CNG Price Hike : છ મહિના બાદ અદાણીએ વધાર્યા CNG ગેસના ભાવ, નવો ભાવ આજથી લાગુ

Adani CNG Price Hike : અદાણીએ CNG ગેસના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો, નવા ભાવ આજથી લાગુ, વાહનચાલકોને વધુ એક ફટકો 

CNG Price Hike : છ મહિના બાદ અદાણીએ વધાર્યા CNG ગેસના ભાવ, નવો ભાવ આજથી લાગુ

CNG Price Today અમદાવાદ : અદાણીએ છ મહિના બાદ CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અદાણી સીએનજી કંપની દ્વારા ગેસના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ છે. CNG ગેસમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. હવે અમદાવાદમાં CNG 82.38 રૂપિયામાં મળશે.  

fallbacks

ગુજરાતમાં CNG ના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. અદાણી દ્વારા જાન્યુઆરી મહિનામાં સીએનજીના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો કરાયો છે. ત્યારે છ મહિના બાદ ફરીથી સીએનજી ગેસમાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. આજે અદાણીએ CNG ગેસમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે નવો ભાવ 82.38 રૂપિયા થયો છે. જે આજથી લાગુ થશે. 

ક્યારે ક્યારે વધ્યો ભાવ

  • 1 જુલાઈ, 2023 - 15 પૈસાનો વધારો
  • 6 જુલાઈ, 2023 - 30 પૈસાનો વધારો
  • 16 જુલાઈ, 2023 - 15 પૈસાનો વધારો
  • 1 ઓગસ્ટ, 2023 - 15 પૈસાનો વધારો
  • 2 ઓક્ટોબર, 2023 - 15 પૈસાનો વધારો 
  • 21 ફેબ્રુઆરી, 2024 - 1 રૂપિયાનો વધારો 
  • 3 ડિસેમ્બર, 2024 - 22 પૈસાનો વધારો
  • 2 જાન્યુઆરી, 2025 - 1.50 રૂપિયાનો વધારો 
  • 2 ઓગસ્ટ, 2025 - 1 રૂપિયાનો વધારો 

કમરતોડ મોંઘવારીથી જનતા ત્રસ્ત 
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે સીએનજી ગેસના ભાવમાં એટલો વધારો થયો કે છે કે તમે અંદાજ પણ માંડી નહિ શકો.  

દાદા દિલ્હી ઉપડ્યા, શું નવા પ્રમુખનું લઈને ગુજરાત પાછા આવશે? કંઈક નવાજૂની થવાની

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More