Home> Spiritual
Advertisement
Prev
Next

Shakun Apshakun: કેટલીક પરિસ્થિતિમાં દહીં ખાવું અશુભ, જાણો દહીં સંબંધિત મહત્વના શુકન-અપશુકન વિશે

Dahi ke Shakun Apshakun: જ્યારે કોઈ શુભ કામની શરુઆત કરવાની હોય ત્યારે સાકરવાળું દહીં ખાવામાં આવે છે. દહીં ખાવું શુભ છે પરંતુ કેટલીક પરિસ્થિતિમાં દહીંનું સેવન અશુભ સાબિત થાય છે. તો ચાલો જાણીએ દહીં સંબંધિત આવા અપશુકન વિશે.
 

Shakun Apshakun: કેટલીક પરિસ્થિતિમાં દહીં ખાવું અશુભ, જાણો દહીં સંબંધિત મહત્વના શુકન-અપશુકન વિશે

Dahi ke Shakun Apshakun: હિન્દુ ધર્મમાં દહીંને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ધાર્મિક કાર્યમાં, પૂજા-પાઠમાં પ્રસાદ તરીકે પણ દહીંનો સમાવેશ કરવામાં આવે છે. દહીં સમૃદ્ધિ, શીતલતા અને સૌભાગ્યનું પ્રતિક ગણાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે દહીંથી અલગ અલગ પ્રકારના લાભ થાય છે. સાથે જ દહીંના કેટલાક અશુભ સંકેતો પણ જોડાયેલા છે. 

fallbacks

આ પણ વાંચો: Gajlaxmi Rajyog: 12 ઓગસ્ટથી આ 5 રાશિઓ માટે સારો સમય, ગજલક્ષ્મી રાજયોગ આપશે અપાર ધન

ખાસ કરીને કેટલીક પરિસ્થિતિમાં દહીંનો ઉપયોગ કરવો અપશુકન માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર લંકાપતિ રાવણના મૃત્યુ સાથે પણ દહીંનું અપશુકન જોડાયેલું છે. આજે તમને દહીંથી જોડાયેલા આ શુકન અપશુકન વિશે અને રાવણના મૃત્યુની કથા વિશે જણાવીએ. 

આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં આ 3 ગ્રહ કરશે ગોચર, 4 રાશિના લોકોને નોકરી-વેપારમાં થશે જબરદસ્ત લાભ

રાત્રે દહીં ખાવું વર્જિત 

શાસ્ત્રો અનુસાર રાત્રે દહીંનું સેવન કરવું અશુભ અને દોષકારક છે. તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે પિતૃદોષ વધે છે. મંગળવાર અને ગુરુવારે તો ભૂલથી પણ રાત્રે દહીં ખાવું નહીં. 

આ પણ વાંચો: Good Luck: તમને મની મેગ્નેટ બનાવી દેશે સવારે કરેલા આ કામ, જ્યાં જશો ત્યાં ધન વરસશે

ખાંડ વિનાનું દહીં ખાવું 

માન્યતા છે કે સવારના સમયે સાકર કે ખાંડ વિનાનું દહીં ખાવું અશુભ છે. ઘરેથી નીકળતી વખતે દહીંમાં સાકર ઉમેરીને જ ખાવું જોઈએ તેનાથી શુભ ફળ મળે છે. 

આ પણ વાંચો: સંતાન પ્રાપ્તિ માટે અચૂક ગણાય છે પુત્રદા એકાદશીનું વ્રત, જાણો આ વર્ષે કઈ તારીખે આવશે

દહીં ઢોળાઈ જવું 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા કરતી વખતે કે રસોડામાં કામ કરતી વખતે દહીં જમીન પર ઢોળાઈ જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. આવું થાય તો ઘરમાં કલેશ, આર્થિક હાનિ અથવા તો કાર્યોમાં બાધા આવવાની સંભાવના હોય છે. 

આ પણ વાંચો: સૂર્યદેવને અતિપ્રિય છે આ 3 રાશિઓ, આ લોકો રોજ સૂર્યને અર્ધ્ય આપે તો પણ થઈ જાય માલામાલ

શોક કાળમાં દહીંનો ઉપયોગ 

ઘરમાં કોઈ પરિજનનો નિધન થયું હોય તો 13 દિવસ સુધીનો શોક કાળ હોય છે. આ સમય દરમિયાન દહીંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. 13 દિવસ સુધી દહીં કે દહીંથી બનેલી વસ્તુ ખાવાથી મૃતકની આત્માની શાંતિમાં બાધા ઉત્પન્ન થાય છે. 

આ પણ વાંચો: બીલીપત્ર ચઢાવવાથી લઈ નંદીની સેવા કરવા સુધીના આ મહાઉપાયો કરવાથી મહાદેવ થશે પ્રસન્ન

રાવણના મૃત્યુ સાથે દહીંનો સંબંધ 

રામાયણની દહીં સંબંધિત એક લોક કથા પ્રચલિત છે. લોક કથા અનુસાર રાવણને જ્યોતિષીઓએ ચેતવણી આપી હતી કે યુદ્ધ ચાલે ત્યાં સુધી તે દહીંનું સેવન ન કરે નહીં તો તેના માટે અશુભ થશે. જ્યોતિષીઓની ચેતવણી છતાં રાવણે એક વખત દહીં ખાઈ લીધું. ત્યાર પછી તેના શુભ ગ્રહ નબળા પડવા લાગ્યા અને રાવણનું તેજ પણ ઘટવા લાગ્યું. જોકે આ પ્રસંગનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં પ્રત્યક્ષ રીતે નથી પરંતુ લોકવાયકાઓમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More