Adani Group: ઓરિસ્સાના બાલાસોરમાં શુક્રવારે એક ભયંકર ટ્રેન દુર્ઘટના થઈ હતી. જેમાં 275 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વડાપ્રધાન મોદી સહિત દેશના અનેક નેતાઓ આ દુર્ઘટના પર પોતાનો શોક વ્યક્ત કરી ચૂક્યા છે. સાથે જ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિજનો માટે સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે. તેવામાં અદાણી ગ્રુપ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી છે કે ટ્રેન દુર્ઘટનામાં જે પણ બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે તેમની શિક્ષણની જવાબદારી અદાણી ગ્રુપની હશે. સાથે જ તેમણે ટ્રેન દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમને કહ્યું હતું કે આ ટ્રેન દુર્ઘટના વિચલિત કરનાર છે. આ દુર્ઘટનામાં અનેક બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે.
આ પણ વાંચો:
ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ
એક સમયે આ ઘરમાં ભાડે રહતો અંબાણી પરિવાર, મુકેશ અંબાણી માટે ખૂબ જ ખાસ છે આ ઘર
તુલસી કરશે માલામાલ, 15,000ના ખર્ચે કમાણી થશે 2થી 3 લાખ, જાણો કેવી રીતે શરુ કરવી ખેતી
ટ્રેન દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકો માટે અદાણી ગ્રુપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ અદાણી ગ્રુપ પૂરો પાડશે. ગૌતમ અદાણીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે પીડિત અને તેના પરિવારની મદદ કરવી તેમ જ બાળકોના ભવિષ્યની જવાબદારી બધાની છે. ટ્રેન દુર્ઘટના એ બધા લોકોને વ્યથિત કર્યા છે. તેવામાં જે બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે તેમના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ અદાણી ગ્રુપ ઉઠાવશે.
મહત્વનું છે કે ઓરિસ્સામાં બાલાસોરના બહાનગા બજાર સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે માલગાડી સાથે અથડાઇ હતી. જેના કારણે ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તે જ સમયે બેંગલુરુ હાવડા એક્સપ્રેસ પણ ટ્રેક પરથી પસાર થઈ અને તેના ડબ્બા પણ ટ્રેક પરથી પલટી ગયા. આ દુર્ઘટનામાં 275 યાત્રીઓના મોત થયા છે જ્યારે 1100થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે