Home> Business
Advertisement
Prev
Next

FD Interest Rate: દેશની આ 10 પ્રાઈવેટ બેંકો આપે છે Fixed Deposit પર વધારે વ્યાજ

Fixed Deposit Rates: પહેલા નંબર પર ડીસીબી બેંક છે, જે 5 વર્ષની જમા મૂડી પર 5.70થી 6.50 ટકા સુધીનું રિટર્ન આપે છે. બીજા નંબર પર ઈન્ડસઈન્ડ બેંક છે જે 5.50-6.50 ટકાનું રિટર્ન આપી રહી છે. ત્રીજા નંબરે આરબીએલ બેંક છે જે 5.40થી 6.50 ટકા સુધીનું વ્યાજ આપે છે.

FD Interest Rate: દેશની આ 10 પ્રાઈવેટ બેંકો આપે છે Fixed Deposit પર વધારે વ્યાજ

 

fallbacks

FD Interest Rate: આજે અમે તમને તે પ્રાઈવેટ બેંકોની વાત કરીશું જે 5 વર્ષની જમા મૂડી પર સૌથી વધારે વ્યાજ આપે છે. વ્યાજનો દર 4.40 ટકાથી લઈને 6.50 ટકા સુધી આપે છે. આ પ્રાઈવેટ બેંકોંમાં ડીસીબી બેંક, ઈન્ડસઈન્ડ બેંક, આરબીએલ બેંક, યસ બેંકનું નામ છે. લોકો સરકારી બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝીટ FD સ્કીમ શરૂ કરે છે જેથી રોકાણ સુરક્ષિત રહે. પરંતુ જ્યારે રિટર્નની વાત હોય તો સ્મોલ સેવિંગ બેંક કે બિન-નાણાંકીય સંસ્થાઓ વધારે લાભ આપે છે.

કેમ FD પર વ્યાજદરમાં ઘટાડો:
રિઝર્વ બેંકે જ્યારથી રેપો રેટને અપરિવર્તનીય 4 ટકા પર નિશ્વિત કર્યો છે. ત્યારથી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજનો દર ઓછો કર્યો છે. રેપો રેટ છેલ્લાં એક વર્ષથી 4 ટકા પર અટકી ગયો છે. તેની મોટી અસર એફડીના વ્યાજ દર પર જોવા મળે છે. એફડી રિટર્ન જ્યારથી સંપૂર્ણ રીતે ટેક્સેબલ થયો છે, ત્યારથી એફડીની કમાણી વધારે ઓછી થઈ રહી છે. તેનાથી રોકાણકારોમાં પોતાની જમા મૂડી અને રિટર્નને લઈને ચિંતા થઈ રહી છે. તેની વચ્ચે દેશની અનેક પ્રાઈવેટ બેંક એવી છે જે રેપો રેટના પ્રભાવને ચિંતા કર્યા વિના રોકાણકારોને સારું રિટર્ન આપી રહી છે.

FD પર આવી રીતે મેળવો વધારે રિટર્ન:
રોકાણકારોને એફડી પર સારું રિટર્ન આપવામાં સ્મોલ ફાઈનાન્સ બેંક સારી ભૂમિકા ભજવી રહી છે. આ બેંક અને સંસ્થાઓ સરેરાશ ઈન્ટરેસ્ટ રેટ કરતાં વધારે વ્યાજ આપી રહી છે. રોકાણકાર ઈચ્છે તો પોતાની જમા મૂડીનો કેટલોક ભાગ આ પ્રાઈવેટ બેંકોની એફડીમાં જમા કરાવી શકે છે. આ સ્કીમ સરકારી બેંકોની નથી અને તે પ્રાઈવેટ બેંકો ચલાવી રહી છે. આથી જોખમની સંભાવના છે પરંતુ સારું રિટર્ન મેળવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. જો રોકાણકાર જોખમમાંથી બચવા માગો છો તો તેનો પણ એક ઉપાય છે.

આ બેંક આપી રહી છે વધારે વ્યાજ:
જો તમે એફડીમાં રોકાણ કરવા ઈચ્છો છો તો નીચે બતાવવામાં આવેલી 10 પ્રાઈવેટ બેંકોમાં રોકાણ કરી શકો છો. આ બેંકોમાં યસ બેંક, એક્સિસ બેંક, આરબીએલ બેંક અને ડીસીબી બેંકનો સમાવેશ થાય છે. આ બેંકોમાં એફડી પર સારું વ્યાજ મળે છે. જેમાં તમે 5 વર્ષ માટે એફડી કરાવી શકો છો અને 4.40 ટકાથી લઈને 6.50 ટકા સુધી રિટર્ન મેળવી શકો છો. ધ્યાન રાખો કે સિનિયર સિટીઝન માટે તેનાથી પણ વધારે 50 બેસિસ પોઈન્ટનું રિટર્ન મળે છે. તમામ બેંકોમાં આ નિયમ લાગુ છે. આવો આ 10 પ્રાઈવેટ બેંકોના એફડી રેટ વિશે જાણકારી મેળવીએ.

પહેલા નંબર પર ડીસીબી બેંક:
1. ડીસીબી બેંક - 5 વર્ષની મૂડી પર 5.70થી 6.50 ટકાનું રિટર્ન
2. યસ બેંક - 5 વર્ષની મૂડી પર 3.50 ટકાથી 6.75 ટકાનું રિટર્ન
3.. ઈન્ડસઈન્ડ બેંક - 5 વર્ષની મૂડી પર 5.50થી 6.50 ટકાનું રિટર્ન
4. આરબીએલ બેંક - 5 વર્ષની મૂડી પર 5.40થી 6.50 ટકાનું રિટર્ન
5. ટીએનએસબી બેંક - 5 વર્ષની મૂડી પર 5.75થી 6.00 ટકાનું રિટર્ન
6. આઈડીએફસી બેંક - 5 વર્ષની મૂડી પર 5.25થી 6.00 ટકાનું રિટર્ન
7. કરૂર વૈશ્ય બેંક - 5 વર્ષની મૂડી પર 4.25થી 6.00 ટકાનું રિટર્ન
8. એક્સિસ બેંક - 5 વર્ષની મૂડી પર 4.40થી 5.75 ટકાનું રિટર્ન
9. સાઉથ ઈન્ડિયન બેંક - 5 વર્ષની મૂડી પર 4.50થી 5.65 ટકાનું રિટર્ન
10. ફેડરલ બેંક - 5 વર્ષની મૂડી પર 4.40થી 5.60 ટકાનું રિટર્ન

મુથૂટ ફાઈનાન્સ આપી રહ્યું છે 8 ટકા વ્યાજ:
નાની બેંકો કે બિન-નાણાંકીય સંસ્થાની વાત કરીએ તો મુથૂટ ફાઈનાન્સની એફડી પર 1 વર્ષ માટે 8 ટકાનું વ્યાજ મળે છે. ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક 1 વર્ષની એફડી પર 6.75 ટકા વ્યાજ આપે છે. સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક 3 વર્ષથી 5 વર્ષની એફડી પર 6.75 ટકા રિટર્ન આપે છે. જના બેંક 3 વર્ષ 1 દિવસથી 5 વર્ષની એફડી પર 6.75 ટકા વ્યાજ આપે છે. એસબીએમ બેંક 1 વર્ષથી લઈને 1 વર્ષ 1 દિવસની એફડી પ્લાન પર 6.5 ટકા વ્યાજ આપે છે. આરબીએલ બેંક 5 વર્ષની એફડી પર 6.50 ટકા વ્યાજ આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More