Adani Group's : ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીના સહયોગીઓએ વિદેશમાં લાંચ રૂશ્વતના આરોપોનો અંત આણવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનના અધિકારીઓ સાથે એક મીટિંગ કરી છે. જેનું સમાધાન એક મહિનાની અંદર થશે તેવો બ્લુમબર્ગે એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે.
આ વાતચીતની શરૂઆત આ વર્ષથી શરૂ થઈ હતી અને તાજેતરના અઠવાડિયામાં તેને વેગ મળ્યો છે. જો વર્તમાન ગતિ ચાલુ રહેશે, તો આ મામલો આગામી મહિનામાં ઉકેલાઈ શકે છે.
તાજેતરના અઠવાડિયામાં તેને વેગ મળ્યો
એશિયાના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પ્રતિનિધિઓએ અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ બેઠકોનો હેતુ વિદેશી લાંચ કેસમાં અદાણી સામેના ફોજદારી આરોપોને પડતા મૂકવાની શક્યતા શોધવાનો છે. અહેવાલ મુજબ, આ વાટાઘાટો આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ હતી અને તાજેતરના અઠવાડિયામાં તેને વેગ મળ્યો છે. જો વર્તમાન ગતિ ચાલુ રહેશે, તો આ મામલો આગામી મહિનામાં ઉકેલાઈ શકે છે.
પુનર્વિચારણાની માંગણી કરી
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અદાણીના પ્રતિનિધિઓએ દલીલ કરી છે કે આ મામલો રાષ્ટ્રપતિ ટ્રમ્પની વર્તમાન નીતિગત પ્રાથમિકતાઓ સાથે સુસંગત નથી અને પુનર્વિચારણાની માંગણી કરી છે.
અદાણી ગ્રુપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી પર સંયુક્ત રીતે ફોજદારી ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપો અનુસાર, ગૌતમ અદાણીએ ભારતમાં સૌર ઉર્જા કરાર મેળવવા માટે રાજ્ય સરકારના અધિકારીઓને $265 મિલિયનની લાંચની ઓફર કરી હતી. આ મામલે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા એક સમાંતર સિવિલ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, અદાણી ગ્રુપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે