Home> Business
Advertisement
Prev
Next

હવે સરકાર માત્ર 59 મિનીટમાં ઘરે બેઠા આપશે હોમ લોન, જાણી લો ક્યાં અને કેવી રીતે મળશે

સરકાર વ્યાજ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે હાલમાં નાના વેપારીઓ (MSME) માટે શરૂ કરાયેલ પોર્ટલની સીમા વધારાવ વિચાર કરી રહ્યું છે. આ વેબસાઈટ દ્વારા સૂક્ષ્મ, લઘુ તેમજ MSME ને 1 કલાકની અંદર બેંક ગયા વગર જ 1 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. ફાઈનાન્શિયલ સેવાના સચિવ રાજીવ કુમારે જણાવ્યું કે, અમે નાના વેપારીઓને વ્યાજ આપવા માટે www.psbloansin59minutes.com વેબ પોર્ટલ શરૂ કર્યું છે. પંરતુ આગામી સમયમાં પોર્ટલ પર વધુ વિકલ્પો પણ મળી રહેશે. તેમાં પર્સનલ લોન અને હોમ લોન પણ હોઈ શકે છે.

હવે સરકાર માત્ર 59 મિનીટમાં ઘરે બેઠા આપશે હોમ લોન, જાણી લો ક્યાં અને કેવી રીતે મળશે

નવી દિલ્હી : સરકાર વ્યાજ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે હાલમાં નાના વેપારીઓ (MSME) માટે શરૂ કરાયેલ પોર્ટલની સીમા વધારાવ વિચાર કરી રહ્યું છે. આ વેબસાઈટ દ્વારા સૂક્ષ્મ, લઘુ તેમજ MSME ને 1 કલાકની અંદર બેંક ગયા વગર જ 1 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે છે. ફાઈનાન્શિયલ સેવાના સચિવ રાજીવ કુમારે જણાવ્યું કે, અમે નાના વેપારીઓને વ્યાજ આપવા માટે www.psbloansin59minutes.com વેબ પોર્ટલ શરૂ કર્યું છે. પંરતુ આગામી સમયમાં પોર્ટલ પર વધુ વિકલ્પો પણ મળી રહેશે. તેમાં પર્સનલ લોન અને હોમ લોન પણ હોઈ શકે છે.

fallbacks

fallbacks

તેમણે કહ્યું કે, આ સ્વચાલિત લોન પ્રોસેસિંગ સિસ્ટમથી પ્રાપ્ત અનુભવોના આધાર પર નવા વ્યાજ ઉત્પાદ રજૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોન્ટૈક્ટલેસ બેંકિંગ આગામી સમયમાં મિસાલ બની રહેશે. કેમ કે, પારદર્શિતાને તે પ્રોત્સાહન આપે છે. ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ ગત સપ્તાહ એમએસએમઈ માટે નવુ પોર્ટલ રજૂ કર્યું હતું. આ પોર્ટલને લઈને ફાઈનાન્શિયલ સેવા સચિવે કહ્યું કે, આ નાના વેપાર માટે વ્યાજના પ્રવાહને વધારવામાં મદદ કરશે. આ ક્ષેત્ર ઉત્પાદન, નિકાસ તથા રોજગારના હેતુથી દેશ માટે મહત્ત્વનુ બની રહેશે. 

તેમણે કહ્યું કે, આ સિસ્ટમ આગામી 6-7 મહિનામાં સ્થિર થઈ જશે અને બેંકિંગના નિયમોમાં એક આદર્શ બદલાવનો પાયો મૂકશે. તેમણે કહ્યું કે, આસાનીથી લોન મળવાથી દેશમાં ઉદ્યમીઓની ભાવના વધશે. પોર્ટલની મહત્ત્વની માહિતીઓ વિશે જણાવતા સચિવે જણાવ્યું કે, તેમાં લોન મળવાના સમયને 20-25 દિવસથી ઘટાડીને માત્ર 59 મિનીટ કરીને નવો ઉદ્દેશ્ય સ્થાપિત કર્યો છે. સિદ્ધાંતિક મંજૂરી બાદ 7-8 કામકાજી દિવસોમાં લોન આપી દેવામાં આવશે. MSME  સેગમેન્ટમાં આ એક એવું પ્લેટફોર્મ છે, જે આધુનિક ફાઈનાન્શિયલ ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી લોનની મંજૂરી અને વ્યવસ્થા કરી આપે છે. લોન આપતા પહેલા તેમાં કોઈ માનવીય હસ્તક્ષેપ નહિ હોય. 

fallbacks

તેમણે કહ્યું કે, ઉદાર લેનારા MSME માટે એક યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ બનાવાયું છે, જેમાં સિદ્ધાંતિક મંજૂરી માટે કોઈ પ્રકારના ભૌતિક દસ્તાવજો જમા કરવાની જરૂર નથી. લોનની મંજૂરી માટે આઈટી રિટર્ન્સ, જીએસટી ડેટા, બેંક સ્ટેટમેન્ટ્સ, MCA21 જેવી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. સાથે જ ઉપલબ્ધ દસ્તાવેજોના આધાર પર આવેદન કરનારાની મૂળ માહિતી સ્માર્ટ એનાલિટિક્સ માટે મેળવવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More