Home> Gujarat
Advertisement
Prev
Next

સાવન કૃપાલ મિશન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

સાવન કૃપાલ મિશન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

અમદાવાદઃ સાવન કૃપાલ મિશન દ્વારા સંતશ્રી રાજીન્દરસિંહજી મહારાજના જન્મદિવસની ઉજવણી શહેરમાં સાફસફાઇ અભિયાન કરીને કરવામાં આવી હતી. અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર વહેલી સવારથી પહોંચેલા સાવન કૃપાલ રૂહાની મિશન યુથ ગ્રુપના કાર્યકર્તાઓ અને સત્સંગી ભાઈ-બહેનોએ રસ્તાઓ પર સાફ સફાઇ હાથ ધરી હતી. સ્વચ્છતામાં જ પ્રભુતાના બેનરો સાથે પ્લાસ્ટિક સહીતની ગંદકી દૂર કરવામાં આવી હતી. વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા પખવાડિયું ઉજવવાનું કહેવામાં આવ્યું છે. ત્યારે સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સત્સંગીઓએ આ કચરાને ભેગો કરીને તેનો નિકાસ કર્યો હતો. 

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More