Home> Business
Advertisement
Prev
Next

Budget 2021: ખેડૂતોને ભેટ આપવાની તૈયારી, 19 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે કૃષિ લોનનો ટાર્ગેટ

કૃષિ કાયદાના (Agriculture Loan) વિરોધમાં સતત તેજ થતા ધરણા પ્રદર્શન વચ્ચે બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બજેટ રજૂ કરશે

Budget 2021: ખેડૂતોને ભેટ આપવાની તૈયારી, 19 લાખ કરોડ રૂપિયા હોઈ શકે છે કૃષિ લોનનો ટાર્ગેટ

નવી દિલ્હી: Budget 2021: કૃષિ કાયદાના (Agriculture Loan) વિરોધમાં સતત તેજ થતા ધરણા પ્રદર્શન વચ્ચે બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) બજેટ રજૂ કરશે. સમાચાર છે કે, આ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે.

fallbacks

વધી શકે છે કૃષિ લોનનો ટ્રાગેટ
મોદી સરકાર Agriculture Loan ની લિમીટ વધારવાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે. એમ પણ દરેક બજેટમાં Agriculture Loan નો ટાર્ગેટ વધારી શકે છે, પરંતુ આ વખતે કૃષિ કાયદાના વિરોધમાં જે માહોલ દેશમાં બન્યો છે, તેને જોતા મોદી સરકાર મોટો ફેરફાર કરવા જઈ રહી છે. સમાચારોનું માનીએ તો સરકાર નાણાકીય વર્ષ 2021-22 માટે Agriculture Loan ને 19 લાખ કરોડ રૂપિયા સુધી વધારી શકે છે. આંકડાઓના હિસાબથી વધારો લગભગ 25 ટકા હોઈ શકે છે. જો એવું થયું તો આ ખેડૂતોના હિતમાં મોટું પગલું માનવામાં આવશે.

આ પણ વાચો:- Budget 2021: આવી શકે છે બધા માટે સ્ક્રેપ પોલિસી, જાણો કેમ છે જરૂરી?

ગત બજેટમાં કેટલો હતો ટાર્ગેટ
નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020-21ની જાહેરાત કરતા કહ્યું હતું કે, નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC) અને કો-ઓપરેટિવ્સ (Co-operative) કૃષિ લોન ક્ષેત્રમાં સક્રિયતાથી કામ કરી રહ્યા છે, તેથી નાબાર્ડ (NABARD) રિફાઈનેન્સ સ્કીમને વધુ વિસ્તાર આપવામાં આવશે. નાણાકીય વર્ષ 2020-21 માટે કૃષિ લોન ટાર્ગેટ 15 લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.

આ પણ વાચો:- શેર માર્કેટ ઉંધા માથે આ કારણથી પટકાયું, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો

કૃષિ લોન પર અત્યારે કેટલું છે વ્યાજ દર
સમાન્ય રીતે ખેડૂતોને કૃષિ લોન 9 ટકાના વ્યાજ દર પર ખેડૂતોને આપવામાં આવે છે, જો કે, સરકાર વ્યાજબી દર પર ઓછા સમયની લોન માટે ઘણી સુવિધાઓ આપે છે. સરકાર 3 લાખ રૂપિયા સુધી ટૂંકાગાળાની કૃષિ લોન પર 2 ટકાની સબ્સિડી આપે છે. તેનાથી ખેડૂતોને લોન 7 ટકા વર્ષના દરથી મળે છે. નક્કી સમય પર લોનની ચૂકવણી કરનાર ખેડૂતોને 3 ટકાનો ફાયદો થયા છે. કેમ કે, સરકાર તેમને વધારાનું પ્રોત્સાહન આપે છે. કુલ મળીને ખેડૂતો આ લોન 4 ટકાના વર્ષના વ્યાજ દર પર મળ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More