Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: ખોટા ડોક્યુમેન્ટ બનાવી યુવતીઓને લગ્ન માટે ફસાવતો લંપટ પતિ ઝડપાયો

લગ્નના 21 વર્ષ બાદ પણ ખોટા ડોક્યુમેન્ટ બનાવી અન્ય યુવતીઓને ફસાવી લગ્ન કરતો હતો. આ રીતે ત્રીજા લગ્ન કરવા જતા આ વ્યક્તિનો ભાંડો ફૂટી ગયો છે. હવે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

 Ahmedabad: ખોટા ડોક્યુમેન્ટ બનાવી યુવતીઓને લગ્ન માટે ફસાવતો લંપટ પતિ ઝડપાયો

ઉદય રંજન, અમદાવાદઃ ખોટુ નામ ધારણ કરી યુવતીને ફસાવતા લંપટ પતિની વસ્ત્રાપુર પોલીસ (vastrapur police) એ ધરપકડ કરી છે. ઝડપાયેલો આ પુરૂષ એક નહિ બે નહિ પણ ત્રીજા લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજા લગ્ન કરે તે પહેલાં જ લંપટ પતિનો અસલી ચેહરો સામે આવી ગયો અને પોલીસના હાથે ચડી ગયો છે. પહેલી પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. જો કે ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાપુરમાં રહેતા મૂળ જૂનાગઢના રાધાબહેને લંપટ પતિ રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે 14 ડિસેમ્બર 1999ના રોજ રાજેશે  ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેમની સાથે લગ્ન કર્યા હતા. 21 વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે. ખોટા ડોક્યુમેન્ટ આધારે 21 વર્ષનો જીવન ગાળો હોવા છતાં લંપટ પતિ રાજેશ ત્રીજી યુવતી સાથે લગ્ન કરવા પ્લાન કરે તે પહેલાં જ પતિ રાજેશનો ફાંડો ભુટ્યો છે.

fallbacks

લંપટ પતિ રાજેશ થાનકીની અસલી કરતૂતો વાત કરીએ તો ખોટા ડોક્યુમેન્ટ આધારે જૂનાગઢની (Junagadh) રાધા નામની યુવતી સાથે 1999માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ  લંપટ પતિ રાજેશએ ઇન્દોરમાં રહેતી પ્રિયંકા (priyanka) નામની યુવતી જે આરોપી રાજેશના ઉંમરથી 10 વર્ષ નાની યુવતીને ખોટા ડોક્યુમેન્ટ આધારે લગ્ન કરી લીધા હતા. જેમાં રાહુલ દવે નામ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કરી લીધા. ત્યાર બાદ ત્રીજી યુવતીને ફસવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં જબલપુર રહેતી ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર લંપટ રાજેશ ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો. 

આ પણ વાંચોઃ Vadodara: 63 વર્ષે લગ્ન કર્યા, ખુશીથી પાંચ ગામનો જમણવાર કર્યો પણ થોડા સમયમાં દુખનો પહાડ તૂટી પડ્યો  

આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી. રાધાબહેન એ તપાસ કરી તો પતિના બીજા બે લગ્નનો પણ ભાંડો ફૂટ્યો. જેથી ફરિયાદ નોંધતા ચોકવાનારી ઘણી હક્કીતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં પતિ રાજેશ ના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું. સાથે પ્રિયંકા રાહુલ દવે નામના ડોક્યુમેન્ટ મળ્યા છે. જે આધારે પોલીસ રિમાન્ડ મેળવી વધુ તપાસ કરી રહી છે.

પોલીસ (Ahmedabad Police) તપાસમાં એવું સામે આવ્યું છે કે પ્રથમ લગ્ન રાજેશ કર્યા બાદ સતત ઘરની બહાર રહેતો હતો. ટ્રાન્સપોર્ટના વેપારના નામે તે અન્ય યુવતીઓ સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ આંશકા છે કે આરોપી રાજેશ અન્ય ઘણી યુવતીઓ ખોટા ડોક્યુમેન્ટ આધારે પોતાની માયાજાળમાં ફસાવી લગ્ન કર્યા હોઇ શકે છે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More