Home> Business
Advertisement
Prev
Next

Lockdown માં Air India એ આપી મોટી ખુશખબરી, જલ્દી જ કરશે....

કોરોના વાયરસ (Corona virus) ના ખતરાને કારણે સમગ્ર દેશમાં ત્રણ મે સુધી લોકડાઉન (Lockdown ) લગાવાયેલું છે. જેને કારણે રસ્તા પરિવહનની સાથે રેલવે અને હવાઈ મુસાફરી પર પણ બ્રેક લાગી ગઈ છે. નાગરિકો ગત એક મહિનાથી રાહ જોઈને બેસ્યા છે કે, કેન્દ્ર સરકાર ત્રણ મે બાદ આવવા જવાના સાધનોને ફરીથી સંચાલિત કરી શકશે કે નહિ. લોકો હવાઈ સેવાઓ ફરીથી ચાલુ થાય તેની રાહ જોઈને બેસ્યા છે. એર ઈન્ડિયા (Air India) એ આ વિશે એક મોટી જાહેરાત કરી છે. 

Lockdown માં Air India એ આપી મોટી ખુશખબરી, જલ્દી જ કરશે....

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Corona virus) ના ખતરાને કારણે સમગ્ર દેશમાં ત્રણ મે સુધી લોકડાઉન (Lockdown ) લગાવાયેલું છે. જેને કારણે રસ્તા પરિવહનની સાથે રેલવે અને હવાઈ મુસાફરી પર પણ બ્રેક લાગી ગઈ છે. નાગરિકો ગત એક મહિનાથી રાહ જોઈને બેસ્યા છે કે, કેન્દ્ર સરકાર ત્રણ મે બાદ આવવા જવાના સાધનોને ફરીથી સંચાલિત કરી શકશે કે નહિ. લોકો હવાઈ સેવાઓ ફરીથી ચાલુ થાય તેની રાહ જોઈને બેસ્યા છે. એર ઈન્ડિયા (Air India) એ આ વિશે એક મોટી જાહેરાત કરી છે. 

fallbacks

લોકડાઉનમાં વાતાવરણ શુદ્ધ થયું, વડોદરાના કન્ટ્રોલ રૂમના વાયરલેસમાં અન્ય શહેરોના મેસેજ સંભળાય છે

એર ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ મે મહિનાના બીજા સપ્તાહ એટલે કે 15 મે બાદ પોતાની સેવાઓ શરૂ કરવાનું વિચારી રહ્યું છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, તે તમામ પ્રકારની ફ્લાઈટ પછી તે ડોમેસ્ટિક હોય કે પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, તેને બીજા સપ્તાહમાં શરૂ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એર ઈન્ડિયાએ તેના માટે સૂચનો જાહેર કરી દીધા છે. 

નેશનલ કેરિયર એર ઈન્ડિયાએ પોતાના પાયલટ્સ અને ક્રુ મેમ્બરને તૈયાર રહેવા અને સેવાઓને ફરીથી શરૂ કરવાનું કહી દીધું છે. હવાઈ સેવાઓ સાથે જોડાયેલ તમામ ઓપરેશન સ્ટાફને મેઈલ દ્વારા આ વાતની માહિતી આપવામાં આવી છે. આ મેઈલમાં ક્રુ મેમ્બર્સને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે સિક્યોરિટી પાસની ડિટેઈલ આપવામાં આવી છે. 

વતન કેવી રીતે જઈશ? લોકોના મૂંઝવતા પ્રશ્ન અંગે ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત 

મેઈલમાં જણાવવામાં આવ્યું છે કે, 15 મે બાદ અમે લગભગ 30 ટકા ફ્લાઈટ શરૂ કરવાનું વિચારી રહ્યાં છે. તેથી તમને વિનંતી છે કે, તમે તેના માટે તૈયાર રહો. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે દેશમાં 25 માર્ચથી લોકડાઉન લાગેલું છે, જેને કારણે તમામ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More