નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોને હંમેશા નોકરી ગુમાવવાનો ડર હોય છે. ખાનગી કંપની જેટલી ઝડપથી નોકરી આપે છે એટલી ઝડપથી કાઢી પણ મુકે છે. કર્મચારીને નોકરીમાંથી કાઢવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણીવાર કંપનીની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પણ છટણી કરે છે. આવી સ્થિતિમાં બેરોજગારોએ આર્થિક રીતે નુકસાન ઉઠાવવું પડે છે.
તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારની 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ' યોજના હેઠળ નોકરીમાંથી કાઢી મુકાયેલા બેરોજગારોને આર્થિક મદદ કરવામાં આવે છે. 'અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ' યોજના ESIC દ્વારા સંચાલિત યોજના છે. તે હેઠળ અચાનક નોકરી છૂટ્યા બાદ બે વર્ષ સુધી ચોક્કસ આર્થિક મદદ આપવામાં આવે છે. જો તમે સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરો છે અને તમારી કંપની તમારૂ પીએફ અથવા ઈએસઆઈ દર મહિને તમારા પગારમાંથી કાપે છે તો તમે આ માટે પાત્ર છો.
જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા ઈચ્છો તો તમારે ઈએસઆઈસીની અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમે કર્મચારી રાજ્ય વીમા નિગમની વેબસાઇટ પર જઈને અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો.
આ લિંક https://www.inexp.in/BcDS93 પર જઈને ફોર્મ ભરવું પડશે. ફોર્મ ભર્યા બાદ ઈએસઆઈની નજીકની બ્રાન્ચમાં જઈને જમા કરાવો. ધ્યાન રાખો કે ફોર્મની સાથે તમારે 20 રૂપિયાના નોન-જ્યૂડિશિયલ પેપર પર નોટરી કરાવી એફિડેવિડ પણ જોડવું પડશે. તેમાં એબી-1થી લઈને એબી-4 સુધી ફોર્મ જમા કરાવવામાં આવશે. બ્રાન્ચેથી તમે તે વાતની જાણકારી મેળવી શકો છો કે તમને કેટલા રૂપિયાની આર્થિક મદદ મળશે.
મહત્વનું છે કે આ યોજનાનો ફાયદો તેને નહીં મળે જેને કંપનીએ ખરાબ વ્યવહારના કારણે કાઢી મુક્યા હોય. અથવા તેવી વ્યક્તિ જેના પર કોઈ કેસ નોંધાયેલો હોય અથવા સ્વેચ્છાએ રાજીનામું લીધું હોય તેવા વ્યક્તિ આ યોજનાને પાત્ર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે