Home> Technology
Advertisement
Prev
Next

Xiaomi ના Mi TV માં ઉમેરાયા નવા ફીચર્સ, નવા લુક સાથે લોન્ચ થયું સોફ્ટવેર અપડેટ

ચીનની કંપની Xiaomi એ ભારતમાં અપડેટેડ સોફ્ટવેર લોન્ચ કરી દીધું છે. અપડેટ બાદ Xiaomi ના સ્માર્ટ ટીવીમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરાતા લુકમાં પણ ફેરફાર જોવા મળશે. નવા અપડેટ સાથે ગ્રાહકોને Disney+ Hotstar ની એપ પણ મળશે.

Xiaomi ના Mi TV માં ઉમેરાયા નવા ફીચર્સ, નવા લુક સાથે લોન્ચ થયું સોફ્ટવેર અપડેટ

નવી દિલ્હી: ચીનની કંપની Xiaomi એ ભારતમાં અપડેટેડ સોફ્ટવેર લોન્ચ કરી દીધું છે. અપડેટ બાદ Xiaomi ના સ્માર્ટ ટીવીમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરાતા લુકમાં પણ ફેરફાર જોવા મળશે. નવા અપડેટ સાથે ગ્રાહકોને Disney+ Hotstar ની એપ પણ મળશે. જેને તમે ડાયરેક્ટ ટીવી સાથે ચલાવી શકો છો. ભારતમાં તાજેતરમાં જ Disney+ ની એન્ટ્રી થઇ છે. જોકે સુવિધા માટે તમારે સબ્સક્રિપ્શન લેવું પડશે. 

fallbacks

Xiaomi MI સ્માર્ટ ટીવીમાં PathWall UI સોફ્ટવેર આપવામાં આવે છે જે Android TV બેસ્ડ છે. નવા અપડેટની વાત કરીએ તો PatchWall 3.0 છે. આ અપડેટ બાદ ટીવીના યૂઝર ઇન્ટરફેસ પણ બદલાઇ જશે. કંપનીના અનુસાર PatchWall 3.0 નું અપડેટ સોમવારથી ટીવી મોડલ્સમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ થઇ જશે. 

કોરોના વાયરસને લઇને દેશભરમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને બધા લોકો ઘરે સમય પસાર કરી રહ્યા છે. કંપનીના અનુસાર નવું અપડેટ સારો અનુભવ આપશે આ આર્ટિફિશિએલ ઇન્ટેલીજેન્સની મદદથી ગ્રાહકની પસંદના વિકલ્પોને પહેલાં સામે રાખે છે. તેનાથી ટીવી જોવાનો અનુભવ સારો થઇ જાય છે. 

કંપનીએ આ વર્ષે 2018માં પોતાના ટીવીમાં હોટસ્ટારને રજૂ કરી હતી. હવે તે ડિસ્પ્લે પ્લસની મદદથી પોતાના ગ્રાહકો માટે અપડેટ સાથે ખાસ સ્પોર્ટ્સ ચેનલની પણ સુવિધા લાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More