Home> Business
Advertisement
Prev
Next

દિલ ખોલીને કરો UPI વડે પેમેન્ટ, નહી કપાઇ કોઇ પૈસા, ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી

ફી કપાવવાના ડરથી જો તમે પણ ડિજિટલ લેણદેણ (Digital Transaction)કરવાનું ટાળી રહ્યા છે, તો હવે ડર ખતમ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે.

દિલ ખોલીને કરો UPI વડે પેમેન્ટ, નહી કપાઇ કોઇ પૈસા, ફી વસૂલનાર બેન્ક વિરૂધ્ધ થશે કાર્યવાહી

નવી દિલ્હી: ફી કપાવવાના ડરથી જો તમે પણ ડિજિટલ લેણદેણ (Digital Transaction)કરવાનું ટાળી રહ્યા છે, તો હવે ડર ખતમ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેક્શન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ (Digital Payment)માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. 

fallbacks

CBDT એ બેન્કોને આપ્યા નિર્દેશ
રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપણ ડિજિટલ ટ્રાંજેક્શન માટે MDR તથા અન્ય ચાર્જ વસૂલવામાં ન આવે. બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2020થી ઇલેક્ટ્રોનિક મોડ દ્રારા પેમેન્ટ કરવા પર MDR સહિત અન્ય ચાર્જ ન વસૂલવાના નિર્દેશ આપ્યા છે. 

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ

બેન્કોએ વસૂલે ચાર્જ પરત આપવા પડશે
રવિવારે જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં સીબીડીટીએ કહ્યું કે કેટલીક બેન્ક UPI (Unified payment Interface) દ્વારા પેમેન્ટ પર કેટલાક ચાર્જ વસૂલી રહ્યા છે. તેમાં નક્કી લિમિટના ટ્રાંજેક્શન બાદ ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે. આમ કરીને બેન્ક નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અને તેના માટે તેમના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

જાણી લો શું થાય છે MDR ચાર્જ
જાણકારોનું કહેવું છે કે MDR એક ફી છે જે દુકાનદાર તમારા ડેબિટ (Debit Card), ક્રેડિટ કાર્ડ (Credit Card) અથવા ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવા પર વસૂલે છે. કુલ મળીને આ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટની સુવિધા પર લાગનાર ફી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More