Bank Holidays for Three Days: વર્ષ 2025ના ચોથા મહિનામાં એટલે કે એપ્રિલમાં વિવિધ પ્રસંગોને કારણે બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જેમને બેંકની રજાઓ વિશે જાણવું જરૂરી બની જાય છે જેમણે બેંકમાં જઈને કોઈ બેકિંગ કામ કરવાનું હોય. તેમાં રોકડ જમા કરાવવા, ચેક જમા કરાવવા, ડ્રાફ્ટ જમા કરાવવા, KYC કરાવવા અથવા બેંક ખાતા સાથે જોડાયેલ મોબાઈલ ફોન નંબર બદલવા જેવા કામ હોય. આ તમામ કાર્યો ઓનલાઈન બેંકિંગ દ્વારા થઈ શકતા નથી. ATM નો ઉપયોગ પૈસા ઉપાડવા માટે અને UPI નો ઉપયોગ વ્યવહારો માટે કરી શકાય છે.
આગામી દિવસોમાં જો બેંક સાથે જોડાયેલું કોઈ કામ છે તો જલ્દી તેણે આજે જ પતાવી દો નહીં તો 15 એપ્રિલ, મંગળવાર સુધી રોકાઈ જવું પડશે. જોકે, 12 એપ્રિલ, 13 એપ્રિલ અને 14 એપ્રિલે બેંકોમાં રજા છે. સતત ત્રણ દિવસ માટે તમારા શહેરની બેંકો બંધ રહેશે? આવો જાણીએ કયા 3 કારણથી બેંકોમાં ત્રણ દિવસ રજા રહેશે?
12 એપ્રિલે કેમ બંધ રહેશે બેંક?
આમ તો તમે જાણતા જ હશો કે ભારતીય સ્ટેટ બેંક અનુસારર મહીનાના બીજો શનિવાર, ચોથો શનિવાર અને રવિવારે બેંકોમાં રજા હોય છે. RBIના નિયમ અનુસાર એપ્રિલ મહીનાના બીજા શનિવારે બેંકોમાં રજા રહેશે. 12 એપ્રિલ શનિવારે મહિનાનો બીજો શનિવાર છે અને દેશભરની તમામ બેંક બંધ રહેશે.
13 એપ્રિલે બેંકોની સાપ્તાહિક રજા
દર મહિનામાં રવિવારે બેંકો બંધ રહે છે. 13 એપ્રિલે રવિવાર છે અને તમામ બેંકોની સાપ્તાહિક રજા છે. સોમવારે બેંક સાથે જોડાયેલું કામ કરી શકો છો પરંતુ આ વખતે સોમવારે પણ બેંકો બંધ રહેવાની છે.
14 એપ્રિલે બેંકોમાં રજા
14 એપ્રિલ સોમવારે બેંકોમાં રજા છે. જોકે, આ દિવસે આંબેડકર જયંતી એટલે કે ભીમ જયંતી છે. ડો.ભીમરાવ આંબેડકર જે ડો.બાબાસાહેબ આંબેડકરના નામથી પણ ઓળખાય છે તેમનો જન્મદિવસ છે. 14 એપ્રિલે સમાનતા દિવસ અને જ્ઞાન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. જીવનભર સમાનતા માટે સંઘર્ષ કરનાર આંબેડકરજીને યાદ કરવાના રૂપમાં આંબેડકર જયંતિ મનાવવામાં આવે છે. આ અવસરે દેશની તમામ બેંકોમાં રજા પણ રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે