Relationship Tips: પ્રેમ વ્યક્ત કરવો કેટલાક લોકોને મુશ્કેલ લાગે છે. ખાસ કરીને પુરુષો 'હું તને પ્રેમ કરું છું' એવું કહેવામાં પણ ખચકાટ અનુભવે છે. એક સમય પછી તો પુરુષ પોતાના પાર્ટનરને આઇ લવ યુ કહેવાનું પણ છોડી દે છે. પુરુષો એવું માનવા લાગે છે કે સાથે રહેવું એ પૂરતું છે. પરંતુ આવું નથી, લગ્નને વર્ષો થઈ જાય તો પણ પ્રેમ વ્યક્ત કરવો જરૂરી છે. મનમાં હોય તે લાગણીને શબ્દો દ્વારા કે પોતાના કાર્ય દ્વારા પાર્ટનર સુધી પહોંચાડવી જરૂરી છે. જ્યારે પુરુષ પ્રેમ વ્યક્ત કરવાનું બંધ કરી દે છે તો સંબંધોમાં બોરિયત આવી જાય છે.
આ પણ વાંચો: Extra marital affair: આ 4 કારણોને લીધે પતિનું ઘરની બહાર શરુ થાય ઈલુ ઈલુ
જો તમને વારંવાર આઈ લવ યુ કહેવાનો કંટાળો આવતો હોય તો તમે પોતાની પત્નીને કેટલાક સરળ કામ કરીને પણ પ્રેમની અનુભૂતિ કરાવી શકો છો. પોતાની પત્નીને પ્રેમની અનુભૂતિ કરાવવા માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી અને વધારે ખર્ચો કરવાની પણ જરૂર નથી. પતિ દ્વારા કરેલા 4 સરળ કામથી પણ પત્ની ખુશખુશાલ થઈ જાય છે. ખાસ કરીને લગ્નને વર્ષો થઈ ગયા હોય પછી જો પતિ આ 4 કામ કરે તો પત્નીને બીજું કંઈ જ જોઈતું નથી. જો તમારા લગ્ન જીવનમાં પણ બોરીયત હોય અને તમે અનુભવતા હોય કે સંબંધોમાં પહેલા જેવો રોમાંચ નથી રહ્યો તો આ 4 કામ કરવાની શરૂઆત કરો. પત્ની સાથે આ 4 કામ કરી લેશો તો જીવન ખુશખુશાલ થઈ જશે.
આ પણ વાંચો: Self Toxicity: કોઈ બીજું નહીં પોતાના માટેના આવા ખરાબ વિચારો જ લાઈફ ખરાબ કરી નાખે
પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવાની ટીપ્સ
1. પત્ની દરરોજ રસોડામાં કલાકો સુધી મહેનત કરીને પરિવાર માટે ભોજન બનાવે છે. ભોજન બનાવતી વખતે પણ પત્નીના મનમાં એક જ વિચાર હોય છે કે તે પોતાના પતિ અને પરિવારને ખુશ રાખે. આ સમયે જો તમે કહ્યા વિના જ પત્નીની મદદ કરવા પહોંચી જશો તો તમારી પત્નીનું દિલ રાજી રાજી થઈ જશે. પત્નીને મોંઘા ગિફ્ટની જરૂરિયાત નથી હોતી. પત્ની માટે એટલી વાત પણ પૂરતી હશે કે પતિ તેના માટે રસોડા સુધી આવે.
આ પણ વાંચો: શું તમારી પત્ની પણ વારંવાર ગુસ્સે થઈ જાય છે ? આ રીતે મનાવી લેશો તો વધશે પ્રેમ
2. દોડધામ ભરેલી જિંદગી અને જવાબદારીઓના કારણે પતિ પાસે પણ સમય હોતો નથી પરંતુ દિવસની દોડધામ પછી જો તમે પાંચ મિનિટ પણ પોતાની પત્નીને પાસે બેસાડી તેની સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશો તો તમારા જીવનમાં કોઈપણ જાતની સમસ્યા નહીં આવે. તમે પત્નીને મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા નહીં લઈ જાઓ તો તેને ચાલશે પરંતુ દિવસમાં એક વખત તેની સાથે બેસીને જમી લેશો તો તે રાજી થઈ જશે.
આ પણ વાંચો: પેરેન્ટ એ બાળકોના મિત્ર બનવાની જરૂર નથી ! અભિષેક બચ્ચન એ આપી પેરેન્ટિંગ ટિપ્સ
3. દરેક વ્યક્તિને ગમે છે કે તેના વખાણ કોઈ કરે.. તેવી જ રીતે પત્નીને પણ પતિ તેના વખાણ કરે તે ખૂબ જ ગમે છે. જ્યારે પત્ની ખાસ અવસર માટે તૈયાર થાય કે પછી કોઈ નવી વાનગી બનાવે તો તેના વખાણ કરવાનું શરૂ કરો. બે શબ્દ પ્રેમથી સારા કહી દેશો તો પત્નીની ખુશી સાતમા આસમાને પહોંચી જશે.
આ પણ વાંચો: શું તમારી પત્ની પણ વારંવાર ગુસ્સે થઈ જાય છે ? આ રીતે મનાવી લેશો તો વધશે પ્રેમ
4. તમે પત્નીને આઇ લવ યુ નહીં કહો તો ચાલશે પરંતુ જ્યારે તેને જરૂર હોય ત્યારે તેની ચિંતા કરશો અને તેનું ધ્યાન રાખશો તો આ વાત તેના માટે સૌથી વધારે મહત્વની હશે. જ્યારે પત્ની બરાબર ન હોય ત્યારે કામમાંથી પણ સમય કાઢી તેને કોલ કરીને પૂછી લેશો કે તેણે જમ્યું કે નહીં આ વાતથી પણ તેની બધી જ ફરિયાદો પૂરી થઈ જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે