Bank Holidays : દર મહિનાની શરૂઆત પહેલાં બેંકોની રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. વર્ષ 2025ના સાતમા મહિનામાં એટલે કે જુલાઈમાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. જોકે, બીજા-ચોથા શનિવાર અને રવિવાર સિવાય આ રજાઓમાં કેટલાક ખાસ દિવસો અને તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુલાઈના શરૂઆતના દિવસો વિશે વાત કરીએ તો, બેંકો પહેલા અઠવાડિયામાં ફરી એકવાર સતત બે દિવસ બંધ રહેશે. તમારા શહેરમાં બેંકો ક્યારે બંધ રહેશે ? તેના વિશે આ લેખમાં જાણીશું.
જુલાઈના પહેલા અઠવાડિયામાં બેંકો ક્યારે બંધ રહેશે ?
ભારતીય રિઝર્વ બેંકની યાદી અનુસાર, જુલાઈના પહેલા અઠવાડિયામાં એટલે કે 1 જુલાઈથી 7 જુલાઈ વચ્ચે ત્રણ દિવસ બેંક બંધ રહેશે. આ સમય દરમિયાન બેંકો સતત બે દિવસ બંધ રહેશે. જ્યારે કેટલાક રાજ્યોમાં બેંકો એક દિવસ બંધ રહેશે.
ગૂડ ન્યુઝ ! કામચલાઉ કર્મચારીઓને મોટી ભેટ, નિવૃત્તિ પર મળશે 2.5 લાખ રૂપિયા
3 જુલાઈએ બેંકો ક્યાં બંધ રહેશે ?
1 અને 2 જુલાઈના રોજ બેંકો ખુલ્લી રહેશે. 3 જુલાઈના રોજ બેંકો બંધ રહેશે પણ આ બધી જગ્યા નથી. 3 જુલાઈના રોજ ખારચી પૂજા છે અને તેના કારણે અગરતલામાં બેંકો બંધ રહેશે. અહીં સરકારી રજા હોવાથી બધી બેંકો અને સરકારી કચેરીઓ બંધ રહેશે.
4 અને 5 જુલાઈના રોજ બેંકો બંધ રહેશે ?
દેશની બધી બેંકો 4 જુલાઈના રોજ ખુલ્લી રહેશે. જ્યારે, 5 જુલાઈના રોજ બેંક રજા છે, આ પણ બધા રાજ્યોમાં નથી. 5 જુલાઈના રોજ જમ્મુ અને શ્રીનગરમાં બધી બેંકો બંધ રહેશે. ગુરુ હરગોવિંદ સિંહજીની જન્મજયંતિને કારણે જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
6 અને 7 જુલાઈના રોજ બેંકો બંધ રહેશે કે ખુલ્લી ?
6 જુલાઈ રવિવાર છે અને તેના કારણે દેશભરની બધી બેંકોમાં જાહેર રજા રહેશે. દર મહિનાના રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા હોય છે. 5 જુલાઈના રોજ જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે અને 6 જુલાઈના રોજ પણ બંધ રહેશે. તેથી ત્યાં સતત બે દિવસ બેંકો બંધ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે