ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટ જિલ્લાના મહિકા ગામમાં ચાર એકર જેટલી સરકારી જમીન ઉપર 300 જેટલા પ્લોટ બનાવી બારોબાર વેચી નાંખી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. પાંચ મહિના પહેલા કલેક્ટર તંત્ર દ્વારા શિવમ પાર્ક રેસીડેન્સીના રહીશોને મકાનના કાગળો રજૂ કરવા નોટિસો ફટકારવામાં આવી હતી. બિલ્ડર તેમજ તેના મળતીયાઓ દ્વારા સૂચિત સોસાયટીના નામે સરકારી અઢી એકર જગ્યાને 30 કરોડમાં વેંચી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
2011-12માં બિલ્ડર મુકેશ પટેલે આ જગ્યા વેંચી હોવાનું સામે આવ્યું છે જોકે કોરોના કાળમાં બિલ્ડર મુકેશ પટેલનો મૃત્યુ થયું હોવાથી તેના ભાગીદાર ભુપત ટાંક પણ સરકારી જમીન પર બાંધકામ કરી વેંચતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. 30 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ઉપર શિવમ પાર્ક નામની રેસીડેન્સી ઉભી કરી દેવામાં આવી છે. મહિકા ગ્રામ પંચાયત દ્વારા પાણી તેમજ ભૂગર્ભના કનેક્શનનો પણ આપી દેવામાં આવ્યા છે અને 2012 થી ટેક્સ પણ વસુલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાંચ મહિના પહેલા રાજકોટ તાલુકા મામલતદારને જાણ થતા સમગ્ર મામલે તપાસ કરાવી હતી. જેમાં સૂચિતના પ્લોટના સર્વે નંબર બતાવી અને સરકારી જમીન પર મકાનો બનાવી વેંચી દેવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું.
આ પણ વાંચોઃ આજનો દિવસ સાચવજો ગુજરાતીઓ, અમદાવાદ સહિત 11 જિલ્લામાં છે રેડ એલર્ટ, ત્રાટકશે વરસાદ
જેથી તાલુકા મામલતદારે 300 જેટલા મકાનોને નોટિસ ફટકારી ખરીદ કરેલા મકાનોના કાગળ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે એક દાયકા કરતાં થી વધુ સમયથી અહીંયા વસવાટ કરનારા રહીશોને નોટિસો મળતા હોબાળો મચી ગયો છે. ત્યારે સ્થાનિકોએ મુકેશ પટેલ, ભુપત ટાંક સહિતના વ્યક્તિઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે સમગ્ર મામલે હજુ સુધી કલેક્ટર તંત્ર તેમજ સ્થાનિક રહીશો દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે