નવી દિલ્હી: દિવાળી પહેલા તમામ કર્મચારીઓને ઇપીએફઓ તરફથી ભેટ મળવા જઇ રહી છે. ખરેખર EPFO દ્વારા 6 કરોડ કરતા પણ વધારે સભ્યોને ચાલુ વર્ષે 2018-19 માટે 8.65 ટકાના દરે વ્યાજદર આપવામાં આવશે. જે સીધુ કર્મચારીઓના પીએફ ખાતામાં જ જમા થશે.
6 કરોડ કર્મચારીઓને મળશે ફાયદો
રોજગાર મંત્રી સંતોષ ગંગવારે હાલમાં જ જાણકારી આપી હતી કે, EPFO વહેલી તકે તેના 6 કરોડ સભ્યોને ખાતામાં વ્યાજ જમા કરાવશે. મજૂર અવે રોજગાર મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી. દિવાળી પહેલા EPFના ખાતામાં આ રૂપિયા જમા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તમે એક એસએમએસ કરીને જાણકારી આપીને તમારા ખાતા જમા થયેલા વ્યાજની જાણકારી મળી શકે છે.
આવી રીતે જાણો તામારા ખાતાનું બેલેન્સ
જો તમારો UAN નંબર અને EPFOમાં રજીસ્ટર્ડ છે તો તમારા PFના ખાતાની જાણકારી SMS દ્વારા તમને મળી જશે. તમારે માત્ર 7738299899 નંબર પર EPFOHO UAN ENG(છેલ્લા ત્રણ અક્ષર તમારે જે ભાષામાં જાણકારી મેળવી હોય એ લખવું પડશે) લખીને SMS કરવો પડશે. તમારા PF ખાતામાં બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા મળી જશે.
આ ભાષાઓમાં મળશે જાણકારી
જો તમારે હિન્દી ભાષામાં જાણકારી મેળવવી હોય તો EPFOHO UAN HIN લખીને મેસેજ કરવો પડશે. આ રીતે તમને અંગ્રેજી, પંજાબી,મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં જાણકારી મળી શકે છે. PF બેલેન્સ જાણકારી માટે એ જરૂરી છે, કે તમારા UAN અને બેંક એકાઉન્ટ, પાન નંબર (PAN) આધાર (AADHAR) થી લિન્ક કરેવું જરૂરી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે