નવી દિલ્હી: દુનિયાભરમાં ધૂમ મચાવનારી Tik Tok એપને વહેલી તરે ગુગલનો સામનો કરવો પડી શકે છે. ખરેખર ગુગલ Tik Tokના કોમ્પિટીટર Fireworkને ખરીદી શકે છે. કંપની દ્વારા સતત તેમા રસ દેખાડવામાં આવી રહ્યો છે. સમાચાર મળી રહ્યા છે, કે ગુગલ પણ આ પ્રકારની એપ લઇને આવશે જે યુઝર્સને નાના વીડિયો બનાવામાં અને શેર કરવામાં મદદ કરશે.
વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ચાઇનીઝ માઇક્રો-બ્લૉગિંગ પ્લેટફોર્મ વીબ્રોએ પણ ફાયર વર્કને ખરીદવામાં રસ દેખાડ્યો હતો. પરંતુ Google સાથે આગળની વાત પર ચર્ચા ચાલી રહી છે. કેર્લિફોનિયામાં રેડવુડ સીટી ખાતે આવેલા ફાયરવર્કે ગત મહિને જ ભારતમાં એન્ટ્રી કરી છે.
Tik Tokને બનાવનારી બિજીંગ સ્થિત કંપની બાઇટડાન્સનું મૂલ્ય 75 અરબ ડોલર છે. ટિક-ટોક પર યુઝર્સ 15 સેકન્ડના શોર્ટ વીડિયો બનાવી શકે છે. જ્યારે ફાયરવર્ક યુઝર્સને 30 સેકન્ડનો વીડિયો બનાવવાની પરવાનગી આપે છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે