Rupee-Dollar Update: ડોલરની સરખામણીએ રૂપિયો બુધવારના પહેલી વખત 79 રુપિયાથી નેચે ગયો છે. કરેન્સી માર્કેટમાં આજના કારોબાર પૂર્ણ થવા પર રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો અને એક ડોલર અનુસાર રૂપિયો પહેલી વખત 19 પૈસા ઘટાડા સાથે 79.04 રૂપિયા પર બંધ થયો છે.
રૂપિયો છેલ્લા 6 દિવસથી સતત રેકોર્ડ નીચલા સ્તરે બંધ થઈ રહ્યો છે. હકિકતમાં ક્રુડ ઓઇલના ભાવમાં વધારો, મોંઘવારીમાં વધારો અને વિદેશી રોકાણકોરોના વેચાણને કારણે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ટરબેંક કરેન્સી એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ડોલરની સરખામણીએ 78.86 પર ખુલ્યો હતો, પરંતુ ફરી 79.04 ના નીચલા સ્તરે બંધ થયો છે. આ વર્ષે રૂપિયો 5.8 ટકાથી વધારે નીચે ગયો છે. તમને જણાવી દઈએ કે, 23 ફેબ્રુઆરી 2022 ના યુદ્ધ શરૂ થયા પહેલા રૂપિયો ડોલરની સરખામણીએ 74.62 રૂપિયા પર હતો. જાણકારોનું માનીએ તો રૂપિયો ડોલરની સરખામણીએ 80 રૂપિયાના લેવલ સુધી જઈ શકે છે.
નાની ઉંમરમાં આવી ગયા સફેદ વાળ, તો આ હેર ઓઇલ દૂર કરશે તમારી સમસ્યા
ખરેખરમાં વિદેશી રાકાણકારો મોટા પ્રમાણમાં વેચાણ કરી રહ્યા હોવાથી કરેન્સી માર્કેટમાં ડોલરની અછત વધી રહી છે. જ્યારે ડોલરની માંગ વધી છે. વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતીય બજારમાં 28 અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું છે. આરબીઆઇએ કહ્યું હતું કે, તેઓ તેમના રિઝર્વથી માંગને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
શાહરૂખ સાથે કામ કરવા બેતાબ છે આ પોર્ન સ્ટાર, જાણો કેવી રીતે બની એડલ્ટ સ્ટાર?
ત્યારે અમેરિકા ફેડ રિઝર્વ જુલાઈમાં ફરીથી વ્યાજ દર વધારવાનો નિર્ણય લઇ શકે છે. આ ભયથી વિદેશી રોકાણકાર વેચાણ કરી પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે. જેના કારણે ડોલરની સરખામણીએ રૂપિયામાં ઘટાડો થતા ભારતની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, ઇંધણથી લઇને ખાદ્યતેલ જેવી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. તો બીજી તરફ ભારતમાથી વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ માટે ભણતર પણ મોંઘુ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે