Home> India
Advertisement
Prev
Next

ઉદયપુર હત્યા પર રાજસમંદમાં તણાવ, પોલીસ અને પ્રદર્શનકારી આમને-સામને, એક પોલીસકર્મી ગંભીર


ઉદયપુરમાં કન્હૈયા લાલની હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ન્યાયની માંગ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે કેટલાક અસામાજિક તત્વોએ ધારદાર હથિયારથી પોલીસ પર હુમલો કરી દીધો છે. 
 

ઉદયપુર હત્યા પર રાજસમંદમાં તણાવ, પોલીસ અને પ્રદર્શનકારી આમને-સામને, એક પોલીસકર્મી ગંભીર

ઉદયપુરઃ ઉદયપુરમાં થયેલા હત્યાકાંડ બાદ રાજસમંદમાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. અહીં ભીમ ગામમાં પોલીસ અને પ્રદર્શનકારી આમને-સામને આવી ગયા છે. આ ઘટનામાં પોલીસકર્મીની સ્થિતિ ગંભીર છે. આ તેમને પહેલા બ્યાવર અને પછી બ્યાવરથી અજમેર રેફર કરવામાં આવ્યા છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે. 

fallbacks

ઘાયલ પોલીસકર્મીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર છે. હકીકતમાં પ્રદર્શનકારી ઉદયપુરમાં થયેલી કન્હૈયા લાલની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો અને પ્રદર્શનકારીઓએ પોલીસ જવાનો પર પથ્થરમારો કર્યો હતો. 

આ પણ વાંચોઃ ઉદયપુર હત્યા: કન્હૈયાલાલની હત્યામાં સામેલ આરોપી ગોસ મોહમ્મદ પર મોટો ખુલાસો થયો

કેટલાક યુવકોએ ધારદાર હથિયારથી પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. હુમલામાં ભીમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંદીપ ચૌધરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમને વધુ સારવાર માટે અજમેર ખસેડવામાં આવ્યા છે. 

ઘટનાની માહિતી મળતા જ એસડીએમ રાહુલ જૈન, સીટી પોલીસ અધિકારી સુરેન્દ્ર સિંહ જોધા, અજમેસ એસપી વિકાસ શર્મા અને જિલ્લા કલેક્ટર અંશદીપ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ હત્યાકાંડ બાદ બંને આરોપીઓની રાજસમંદના ભીમ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ મદરેસામાં બાળકોને ઈશનિંદા કરનારનું માથુ કાપવાનું શીખવવામાં આવે છેઃ આરિફ મોહમ્મદ ખાન

પ્રદર્શનકારીઓને દૂર કરવા માટે પોલીસે 10 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. અહીં પ્રદર્શનકારીઓની ભીડ સમુદાય વિશેષના વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. ઘણા લોકોને આ ઘટનામાં ઈજા થઈ છે. પોલીસ અત્યાર સુધી ચાર વખત બળ પ્રયોગ કરી ચુકી છે. 

શું થયું હતું ઉદયપુરમાં
કાલ (28 જૂને) ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાનો આરોપ મોહમ્મદ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ પર છે. ઘટના બાદ રાજસ્થાનમાં અનેક જગ્યાએ બબાલ શરૂ થઈ ગઈ છે. સાંજ સુધી પોલીસે બંને આરોપીને ઝડપી લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે કન્હૈયાલાલના મોબાઇલથી નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ થઈ હતી. તેના કારણે રિયાઝ અને ગૌસ મોહમ્મદે તેની હત્યા કરી દીધી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More