Home> Business
Advertisement
Prev
Next

Budget 2025: 10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ! નાણામંત્રી આપી શકે છે ભેટ

Budget 2025 Income Tax expectations: 2025ના બજેટમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર નવા ટેક્સ રિઝીમમાં જોવા મળી શકે છે. સરકાર 10 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવા પર વિચાર કરી રહી છે.

Budget 2025: 10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ! નાણામંત્રી આપી શકે છે ભેટ

Budget 2025: દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે અને આ વખતે સૌથી વધુ ચર્ચા ટેક્સ સ્લેબમાં ફેરફાર અને નવી ટેક્સ રિઝીમમાં અંગે થઈ રહી છે. આ બજેટ સામાન્ય નાગરિકો, ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉચ્ચ આવક ધરાવતા લોકો માટે આવકવેરામાં ઘણી રાહતોની આશા લાવી શકે છે. આવો જાણીએ કે આ બજેટમાં શું ફેરફાર થઈ શકે છે અને સામાન્ય માણસ પર તેની શું અસર પડશે.

fallbacks

New Tax Regimeમાં મોટો ફેરફારઃ 10 લાખ સુધીની આવક પર ટેક્સ છૂટ?
2025ના બજેટમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર નવા ટેક્સ રિઝીમમાં જોવા મળી શકે છે. સરકાર 10 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરવા પર વિચાર કરી રહી છે. આનો અર્થ એ છે કે જો તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયા સુધીની છે, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો આ પ્રસ્તાવ લાગુ કરવામાં આવે તો મધ્યમ વર્ગને મોટી રાહત મળી શકે છે અને તેમની ખર્ચ કરવાની ક્ષમતામાં પણ વધારો થઈ શકે છે.

સૂર્યના નક્ષત્ર ગોચરથી આ 3 રાશિઓ થશે માલામાલ, રાજા જેવું જીવન જીવશે; વધશે માન-સન્માન

15 લાખથી 20 લાખ સુધીની આવક ધરાવતા લોકો માટે રાહત
હાલમાં જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખ રૂપિયાથી વધુ હોય તો તેના પર 30 ટકા ટેક્સ લાગે છે. પરંતુ 15 લાખથી 20 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો માટે બજેટ 2025માં નવો સ્લેબ રજૂ કરવામાં આવી શકે છે. આ નવા સ્લેબમાં ટેક્સ 30% થી ઘટાડીને 25% કરી શકાય છે. આ ફેરફાર ખાસ કરીને ઉચ્ચ આવક ધરાવતા જૂથ માટે રાહતરૂપ બની શકે છે અને તેઓ ભારે ટેક્સના દરથી બચી શકે છે.

નવી ટેક્સ રિઝીમમાં શું બદલાઈ શકે છે?
નવા ટેક્સ રિઝીમમાં 7.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. જો આ મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવે તો લાખો લોકોને તેનો ફાયદો થશે. આ ફેરફાર બાદ 10 લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી કરી શકાશે, જેના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકોને વધુ ફાયદો થશે. તેનો એક ઉદ્દેશ્ય નવા ટેક્સ રિઝીમમાં વધુને વધુ કરદાતાઓને સામેલ કરવાનો છે.

શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર

જૂની ટેક્સ રિઝીમ vs નવી ટેક્સ રિઝીમ
જૂના ટેક્સ રિઝીમ સ્લેબ
0-2.5 લાખ રૂપિયા: 0% ટેક્સ
2.5-5 લાખ રૂપિયા: 5% ટેક્સ
5-10 લાખ રૂપિયા: 20% ટેક્સ
10 લાખ+ રૂપિયા: 30% ટેક્સ

ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ

નવી ટેક્સ રિઝીમ સ્લેબ
0-3 લાખ રૂપિયા: 0% ટેક્સ
3-6 લાખ રૂપિયા: 5% ટેક્સ
6-9 લાખ રૂપિયા: 10% ટેક્સ
9-12 લાખ રૂપિયા: 15% ટેક્સ
12-15 લાખ રૂપિયા: 20% ટેક્સ
15 લાખ+ રૂપિયા: 30% ટેક્સ

મધ્યમ વર્ગને રાહત આપવા અને વપરાશ વધારવાના પ્રયાસો
બજેટ 2025માં મધ્યમ વર્ગને રાહત મળી શકે છે. આમ કરવાથી કન્જમ્પશનને મોટી પુશ મળી શકે છે. આનાથી ભારતીય અર્થતંત્રને વેગ મળશે. કરમુક્તિ અને સ્લેબમાં ફેરફારને કારણે લોકોના હાથમાં વધુ પૈસા હશે, જે તેઓ ખર્ચ કરી શકે છે, જેનાથી અર્થતંત્રમાં વધુ તેજીથી વિકાસ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More