UPS Apply Last Date: કેન્દ્ર સરકારના જે કર્મચારી વર્તમાનમાં NPS હેઠળ આવે છે અને UPS નો વિકલ્પ પસંદ કરવા ઈચ્છે છે, તેણે 30 જૂન, 2025 સુધી અરજી કરવી પડશે. કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2025થી યુનિફાઇડ પેન્શન સ્કીમને લાગૂ કરી છે. NPSના ફ્રેમવર્ક હેઠળ લાવવામાં આવેલી આ સ્કીમમાં કર્મચારીઓને એક ચોક્કસ પેન્શનની ગેરંટી મળે છે. યુપીએસ પેન્શન સ્કીમ નેશનલ પેન્શન સ્કીમથી અલગ છે.
UPS માં જો તમે 25 વર્ષ નોકરી કરી છે તો તમને તમારા 12 મહિનાના એવરેજ બેઝિક પગારના 50 ટકા દર મહિને પેન્શન તરીકે મળશે. માની લો કે તમારી બેઝિક સેલેરી 50000 હજાર રૂપિયા હતી તો તમને મિનિમમ 25000 રૂપિયા પેન્શન તરીકે મળશે. જો કોઈએ ઓછું, પરંતુ 10 વર્ષથી વધુ કામ કર્યું છે તો તેને પણ પેન્શન મળશે. પરંતુ રકમ ઓછી હશે. તો એનપીએસ હેઠળ પેન્શન શેર માર્કેટ પર આધાર રાખે છે.
છેલ્લી તારીખ સુધી અરજી ન કરી તો?
જો કેન્દ્ર સરકારના કર્મચારી 30 જૂન, 2025 સુધી UPS સ્કીમ માટે અરજી નથી કરતા તો તેને ડિફોલ્ટ રૂપથી એનપીએસ હેઠળ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ શેર બજારમાં કમાણીની મળશે તક, ધમાલ મચાવવા આવી રહ્યો છે આ દિગ્ગજ કંપનીનો IPO, જાણો
UPS માટે પાત્રતા
વર્તમાનમાં NPS હેઠળ આવનાર કેન્દ્ર સરકારના કર્મચારી.
જેણે ઓછામાં ઓછી 25 વર્ષની સર્વિસ પૂરી કરી લીધી છે.
જે કર્મચારી UPS નો વિકલ્પ પસંદ કરવા ઈચ્છે છે, તેને ભોર્મ ભરી સંબંધિત વિભાગમાં જમા કરવું પડશે.
જો કોઈ કર્મચારી 30 જૂન 2025 સુધી UPS હેઠળ અરજી કરતો નથી તો તે એનપીએસ હેઠળ રહેશે. જો કોઈ એકવાર UPS નો વિકલ્પ પસંદ કરે છે તો તેને ફરી NPSમા જવાની મંજૂરી મળશે નહીં. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (Pension Fund Regulatory and Development Authority - PFRDA) થી કહેવામાં આવ્યું છે કે યુપીએસ લોન્ચ થવાની તારીખથી ત્રણ મહિનાની અંદર વર્તમાન કર્મચારીઓ માટે યુપીએસનો વિકલ્પ પસંદ કરવો જરૂરી છે. એટલે કે કર્મચારીઓએ 30 જૂન સુધી નક્કી કરવું પડશે કે તેણે કઈ યોજના સાથે જોડાવું છે. જો ડેડલાઇન ન વધારવામાં આવી તો 30 જૂન અંતિમ તારીખ માનવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે