DA News: કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2025મા મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાનો ફાયદો મળી શકે છે. મોંઘવારીના તાજેતરના ડેટા આધારિત રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે. આ વધારા બાદ મોંઘવારી ભથ્થું વર્તમાન 55 ટકાથી વધી 59 ટકા પર પહોંચી જશે. મોંઘવારી ભથ્થામાં આ વધારો જુલાઈથી લાગૂ થશે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત ઓગસ્ટ કે સપ્ટેમ્બર-ઓક્ટોબરની ફેસ્ટિવ સિઝન નજીક થઈ શકે છે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે.
CPI ડેટાના આધાર પર 59% પહોંચી શકે છે DA
મોંઘવારી ભથ્થા (DA) ની ગણતરી ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ના આધાર પર થાય છે. આ ઈન્ડેક્સ મે 2025મા 0.5 ટકા વધી 144 પર પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. માર્ચ 2025મા તે 143, એપ્રિલમાં 143.5 અને મે 2025મા 144 પર પહોંચી ગયો છે. જો ઈન્ડેક્સમાં તેજી યથાવત રહે છે અને જૂનમાં તે 144.5 પર પહોંચી જાય છે તો ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (AICPI-IW) ના 12 મહિનાની એવરેજ આશરે 144.7 પહોંચવાની આશા છે. જ્યારે સાતમાં પગાર પંચના ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા તેને એડજસ્ટ કરવામાં આવે તો ડીએ રેટ 58.85 ટકા પહોંચી જાય છે. તેવામાં સરકાર જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થાને વધારી 59 ટકા કરી શકે છે.
આ પણ વાંચોઃ પત્નીની મદદથી બની જશો 2 કરોડના માલિક, PPFથી થશે કમાલ, તમે પણ સમજી લો આ ધાંસૂ ટ્રિક
સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થઈ શકે છે જાહેરાત
મોંઘવારી ભથ્થું (DA) વર્ષમાં બે વાર સુધારવામાં આવે છે. આ સુધારો સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે. મોંઘવારી ભથ્થું ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઔદ્યોગિક કામદારો (AICPI-IW) ના 12 મહિનાના સરેરાશના આધારે નક્કી કરવામાં આવે છે. મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઈથી અમલમાં આવશે, પરંતુ તે સામાન્ય રીતે પાછળથી જાહેર કરવામાં આવે છે. પાછલા વર્ષોમાં, સરકારે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં તહેવારોના સમયગાળાની આસપાસ આવા સુધારા કર્યા છે. આ વર્ષે પણ દિવાળીની આસપાસ તેની જાહેરાત થઈ શકે છે. સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ અંતિમ વધારો હશે, કારણ કે તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થાય છે. સરકારે આ વર્ષની શરૂઆતમાં આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી, પરંતુ તેમાં કોઈ વધુ પ્રગતિ થઈ નથી. સરકારે હજુ સુધી નવા કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે