Home> Business
Advertisement
Prev
Next

ક્રેશ થયો ટાટા ગ્રુપનો આ શેર, ઈન્વેસ્ટરોમાં ડરનો માહોલ, ધડાધડ લોકો વેચવા લાગ્યા શેર

Trent Shares Crash: શુક્રવાર, 4 જુલાઈના રોજ શરૂઆતના વેપારમાં ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના શેર 9 ટકા સુધી ઘટ્યા હતા. BSE પર શેરનો ભાવ 8.62 ટકા ઘટીને રૂ. 5653 પર પહોંચી ગયો.
 

ક્રેશ થયો ટાટા ગ્રુપનો આ શેર, ઈન્વેસ્ટરોમાં ડરનો માહોલ, ધડાધડ લોકો વેચવા લાગ્યા શેર

Trent Shares Crash: શુક્રવાર, 4 જુલાઈના રોજ શરૂઆતના કારોબારમાં ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડના શેર 9 ટકા સુધી ઘટી ગયો છે. કંપનીએ તેની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં આવક વૃદ્ધિમાં સંભવિત ઘટાડાની ચેતવણી આપ્યા બાદ શેરમાં આ ઘટાડો થયો હતો. BSE પર ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના શેરનો ભાવ 8.62 ટકા ઘટીને રૂ. 5653 પર આવી ગયો. શેરમાં 500 રૂપિયા કરતા વધઉનો ઘટાડો થયો છે, જ્યારે પાછલા ટ્રેડિંગ સત્રમાં બંધ રૂ. 6186.40 પર હતો. આ સાથે, કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 2.04 લાખ કરોડ પર આવી ગયું.

fallbacks

કેમ ટ્રેન્ટના શેરની કિંમતમાં થયો ઘટાડો?
હકીકતમાં કાલે થયેલી બેઠકમાં મેનેજમેન્ટે નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન કંપનીના ફેશન બિઝનેસમાં માત્ર 20 ટકાનો ગ્રોથ થવાનું અનુમાન વ્યક્ત કર્યું, જે છેલ્લા પાંચ વર્ષોના 35  ટકા  CAGR (Compound Annual Growth Rate) થી ખુબ ઓછો છે. પરંતુ કંપનીએ આવનારા વર્ષોમાં 25 ટકાથી વધુ CAGR ના રેવેન્યુ ગ્રોથની આશા વ્યક્ત કરી છે.

બ્રોકરેજે રેટિંગમાં કર્યો ઘટાડો
AGM બાદ બ્રોકરેજ ફર્મ નુવામાએ નાણાકીય વર્ષ 2026 અને 2027 માટે કંપનીના રેવેન્યુ ગ્રોથના અનુમાનોમાં ક્રમશઃ 5 ટકા અને 6 ટકાનો ઘટાડો કર્યો અને EBITDA માં ક્રમશઃ 9 ટકા અને 12 ટકાનો ઘટાડો કર્યો. આ સાથે નુવામાના સ્ટોક પર ટાર્ગેટ પ્રાઇઝ પહેલાના 6627 રૂપિયાથી ઘટાડી 5884 રૂપિયા કરી દીધો અને શેર પર પોતાનું રેટિંગ પણ  'Buy' થી ઘટાડી 'Hold' કરી દીધું.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે 4% નો વધારો, જાણો

બીજી તરફ, બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર તેનું 'ઓવરવેઇટ' રેટિંગ જાળવી રાખ્યું છે અને તેનો ટાર્ગેટ ભાવ રૂ. 6,359 છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનો વિકાસ આગામી પાંચ વર્ષમાં 25-30 ટકાના CAGR પર થઈ શકે છે. ટ્રેન્ટને આવરી લેતા 25 વિશ્લેષકોમાંથી 18 એ શેર પર 'બાય' રેટિંગ આપ્યું છે, ચારે તેને 'હોલ્ડ' પર રાખવાની સલાહ આપી છે, જ્યારે ત્રણે 'સેલ' રેટિંગ આપ્યું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More