નવી દિલ્હીઃ સામાન્ય લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના એક નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2-2 રૂપિયા વધારવાનો નિર્ણય કર્યો છે. વધારેલી એક્સાઇઝ ડ્યુટી લાગૂ થયા બાદ તેલ કંપનીઓ તેને ગ્રાહકો સુધી ઓન કરી શકે છે. તેનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે સોમવારે સવારે શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. શેરબજારમાં સેન્સેક્સ ત્રણ હજારથી વધુ પોઈન્ટ તૂટ્યો હતો.
સરકારના આ નિર્ણય બાદ પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતોમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે આ નિર્ણય ગ્લોબલ તેલ કંપનીઓમાં જારી ઉતાર-ચઢાવ અને ટ્રમ્પના ટેરિફ વચ્ચે લેવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થાનિક સ્તરે સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર હતી. એક મોટી ઓઈલ માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની વેબસાઈટ પર જારી કરાયેલા દરો અનુસાર આજે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં તેમની કિંમતો સમાન રહેવા સાથે, મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટર પર રહ્યું.
PSU Oil Marketing Companies have informed that there will be no increase in retail prices of #Petrol and #Diesel, subsequent to the increase effected in Excise Duty Rates today.#MoPNG
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 7, 2025
નાણા મંત્રાલયના રેવેન્યુ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સામાન્ય માણસ પર આનો બોજ નહીં પડે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ONGC)ને સૂચના આપી છે કે છૂટક કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો થવાની આશા હતી પરંતુ હવે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો થવાને કારણે આવું થવાની શક્યતા ઘટી ગઈ છે.
ગયા વર્ષની શરૂઆતમાં ભારતે પણ વિન્ડફોલ ટેક્સ નાબૂદ કર્યો હતો. ભારતમાં ઉત્પાદિત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવે છે. આ ટેક્સ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કમાતા જંગી નફા પર લગાવવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે