અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલા તેમણે ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધુ અને સાંકળથી હાથ બાંધીને લોકોને તેમના દેશ પહોંચાડવા માંડ્યા. તેમણે હમાસ અને રશિયા પર યુદ્ધ રોકવા માટે દબાણ કર્યું અને હવે ટેરિફ વોર છેડીને વેપાર યુદ્ધ જ શરૂ કરી દીધુ. ટેરિફ અભિયાન હેઠળ તેમણે હવે લગભગ 180 જેટલા દેશો પર ટેરિફ ઝીંક્યો છે અને ત્યાંથી આયાત થતા સામાન પર મોટા પાયે ટેરિફ લગાવ્યો છે. દરેક સામાનની આયાત પર ઓછામાં ઓછા 10 ટકા ટેરિફ લાગ્યો છે. 2 એપ્રિલથી લાગૂ થયેલો આ નિર્ણય અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી વેપારી નીતિ છે. જેની અસર ભારતમાં પણ જોવા મળે તેવી આશંકા છે. જ્વેલરી માર્કેટ, ગારમેન્ટ એક્સપોર્ટ સહિત ભારતમાં અનેક ઉદ્યોગો પર તેની સીધી અસર જોવા મળી શકે છે. અનેક ચીજો મોંઘી થઈ શકે છે.
ભારત પણ એા દેશોમાં સામેલ છે જેના પર અમેરિકાએ મોટો ટેરિફ લગાવ્યો છે. હવે ભારતથી અમેરિકા જતા કોઈ પણ સામાન પર ઓછામાં ઓછો 26 ટકા ટેરિફ લાગશે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે ભારત અમારા સામાન પર 52 ટકા સુધીનો ટેરિફ લગાવે છે. આ અન્યાય છે અને તેના કારણ કે અમે 46 અબજ ડોલર સુધીનું વેપારી નુકસાનનો સામનો કરીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનું કહેવું છે કે આ તો જેવા સાથે તેવા જેવો ટેરિફ છે. પરંતુ 180 દેશો જોડે એક સાથે ટેરિફ વોરમાં ઉતરીને અમેરિકાએ સમગ્ર દુનિયાની ચિંતાઓ વધારી દીધી છે. ભારતથી યુરોપ સુધી બધાને ટેન્શન છે કે આખરે તેની ઈકોનોમી પર શું અસર પડશે. શું તેનાથી દુનિયામાં મંદીની આશંકા વધશે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપારની વાત કરીએ તો અહીંથી બનીને ગયેલી કારો પર અમેરિકા 2.5 ટકા ટેક્સ જ વસૂલે છે. જ્યારે અમેરિકી કારોની વાત કરીએ તો 7 ટકા સુધી ટેક્સ લાગે છે. જેના કારણે ભારતમાં અમેરિકી બ્રાન્ડની કારો મોંઘી બની અને કેટલીક કંપનીઓએ તો બિઝનેસ સમેટવાનો વારો આવી ગયો. એ જ રીતે ભારતના ચોખા અને સફરજન પર અમેરિકા નામ માત્ર ટેક્સ લગાવે છે. પરંતુ ભારતમાં અમેરિકી પ્રોડક્ટ પર ટેક્સ વધુ છે. એ જ રીતે જ્વેલરી અને ડાયમંડની વાત કરીએ તો ભારતના કુલ એક્સપોર્ટમાં અમેરિકાની ભાગીદારી 13 ટકા છે. હવે અમેરિકાના આ નિર્ણયથી કેટલીક વસ્તુઓ મોંઘી થશે અને કેટલીક સસ્તી પણ થઈ શકે છે.
આ કપડાંના ભાવ વધશે
અમેરિકાએ વિયેતનામ પર 46 ટકા ટેક્સ લગાવ્યો છે. વિયેતનામમાં જ નાઈકી, એદિદાસ, જેવી નામી કંપનીઓના કપડાં અને અન્ય સ્પોર્ટ્સ વેર તૈયાર થાય છે. હવે તે મોંઘા બને તેવી આશંકા છે. નાઈકીના 50 ટકા જૂતા અને એદિદાસના એક ચતુર્થાંશ ઉત્પાદન વિયેતનામમાં જ તૈયાર થાય છે.
એપલનો આઈફોન મોંઘો થઈ શકે
હવે ભારત સહિત અનેક દેશોમાં ડિમાન્ડમાં રહેતા આઈફોનની વાત કરીએ. આઈફોન સંલગ્ન ઉત્પાદનોનું પ્રોડક્શન ચીન, વિયેતનામ, મલેશિયા, થાઈલેન્ડ અને આયરલેન્ડ જેવા દેશોમાં થાય છે. ઓટો સેક્ટરની પણ આવી જ હાલત છે. પરંતુ તેની અસર ભારતની જગ્યાએ અમેરિકી ગ્રાહકો પર વધુ જોવા મળશે. અમેરિકામાં કારો, આઈફોન, હેવી મશીનરી વગેરે મોંઘા થી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે