Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે ફેરફાર, આટલા રૂપિયામાં મળી રહ્યું છે 22 કેરેટ ગોલ્ડ

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી તાજા રેટ્સ પ્રમામે હવે 23 કેરેટ ગોલ્ડની કિંમત 47734 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો 22 કેરેટ ગોલ્ડની કિંમત 43900 રૂપિયા છે. 
 

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે ફેરફાર, આટલા રૂપિયામાં મળી રહ્યું છે 22 કેરેટ ગોલ્ડ

નવી દિલ્હીઃ Gold Price Today 26th July 2021 :  સોના-ચાંદીના હાજર ભાવમાં આજે ફેરફાર જોવા મળ્યો છે. સોની બજારમાં આજે એટલે કે સોમવારે સોનાના હાજર ભાવમાં 223 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે, જ્યારે ચાંદીમાં 231 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. સોમવારે શુક્રવારના મુકાબલે 24 કેરેટ ગોલ્ડની એવરેજ કિંમત 47936 રૂપિયા પર પહોંચી ગઈ છે. તેમ છતાં સોનું પોતાના ઓલટાઇમ હાઈ 56254 રૂપિયાથી હજુ 8328 રૂપિયા સસ્તું છે. 

fallbacks

ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી તાજા રેટ્સ પ્રમામે હવે 23 કેરેટ ગોલ્ડની કિંમત 47734 રૂપિયા પર પહોંચી ગઈ છે. તો 22 કેરેટ ગોલ્ડની કિંમત 43900 રૂપિયા છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 35945 થઈ ગયો છે. મહત્વનું છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી રેટ અને તમારા શહેરના ભાવમાં 500-1000 રૂપિયાનું અંતર હોઈ શકે છે. 

આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગારમાં મળશે Double Bonanza! જુઓ DA અને HRAની ગણતરી

સોના-ચાંદી વાયદા કિંમતોમાં તેજી
મજબૂત હાજર માંગને કારણે સટોરિયાએ તાજા સોદાની લિવાલી કરી, જેથી સ્થાનીક વાયદા બજારમાં સોમવારે સોનાનો ભાવ 187 રૂપિયાની તેજી સાથે 47,721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તો સોમવારે ચાંદીની કિંમત 0.65 ટકાની તેજી સાથે 67459 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓગસ્ટ મહિનાની ડિલિવરી માટે સોનાની કિંમત 187 રૂપિયાની તેજી સાથે 47721 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. તેમાં 4900 લોટ માટે કારોબાર થયો. જ્યારે ચાંદીની સપ્ટેમ્બર મહિનામાં ડિલિવરીવાળી ચાંદીનો ભાવ 435 રૂપિયાની તેજી સાથે 67459 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. આ વાયદા કરારમાં 11749 લોટ માટે સોદા થયા હતા. 

આ પણ વાંચોઃ RBI એ Personal Loan ના નિયમમાં કર્યા ફેરફાર, જલ્દી જાણી લો નહીં તો પડશે ડખો!

બજાર નિષ્ણાંતોએ કહ્યું કે, કારોબારીઓ દ્વારા તાજા સોદાની લિવાલી કરવાથી સોના-ચાંદી વાયદા કિંમતોમાં લાભ નોંધાયો. વૈશ્વિક સ્તર પર ન્યૂયોર્કમાં સોનાની કિંમત 0.36 ટકાની તેજી સાથે  1,812.40 ડોલર પ્રતિ ઔંસ પર રહી. તો ચાંદીનો ભાવ 0.56 ટકાની તેજી સાથે 25.38 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે 23 જુલાઈ 2021ના દેશભરની સોની બજારોમાં સોના-ચાંદીનો ભાવ આ પ્રકારે રહ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More