Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olympics પર છવાયો કોરોનાનો કહેર, સોમવારના સામે આવ્યા 16 નવા કેસ

નેધરલેન્ડના ટેનિસ ખેલાડી જીન જુલિયન રોજરને કોવિડ-19 ને કારણે ટોક્યો ઓલિમ્પિકમાંથી (Tokyo Olympics) બહાર કરી દેવામાં આવી છે. આયોજકોએ સોમવારે રમત સાથે જોડાયેલા 16 નવા કેસની (Covid-19 Cases) જાહેરાત કરી છે

Tokyo Olympics પર છવાયો કોરોનાનો કહેર, સોમવારના સામે આવ્યા 16 નવા કેસ

ટોક્યો: નેધરલેન્ડના ટેનિસ ખેલાડી જીન જુલિયન રોજરને કોવિડ-19 ને કારણે ટોક્યો ઓલિમ્પિકમાંથી (Tokyo Olympics) બહાર કરી દેવામાં આવી છે. આયોજકોએ સોમવારે રમત સાથે જોડાયેલા 16 નવા કેસની (Covid-19 Cases) જાહેરાત કરી છે. રોજરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને અને તેના સાથી વેસ્લી કૂલ્હોકને સોમવારે ન્યૂઝીલેન્ડના માર્કસ ડેનિયલ અને માઇકલ વીનસની સામે થતી બીજી મેચથી હટાવવો પડ્યો છે.

fallbacks

ટેનિસના મુખ્ય આઇટીએફએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'આઇટીએફને માહિતી આપવામાં આવી છે કે નેધરલેન્ડ્સના જીન-જુલિયન રોજરને કોરોના પોઝિટિવ થયો હોવાનું જાણવા મળ્યું છે અને પ્રક્રિયા પ્રમાણે તે અલગ કરવામાં આવ્યા છે. અમે જલ્દીથી તેના સારા સ્વાસ્થ્ય માટેની આશા રાખીએ છીએ. "આ રીતે નેધરલેન્ડની ટીમમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે.

આ પણ વાંચો:- તો શું મીરાબાઈ ચાનુનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે છે? જાણો શું છે સમગ્ર મામલો

અગાઉ ટોક્યોના આયોજકોએ કહ્યું હતું કે સોમવારે ઓલિમ્પિક રમતોમાં કોવિડ-19 ના 16 નવા કેસ નોંધાયા હતા, જેમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ રીતે, રમતગમતને લગતા કુલ કેસોની સંખ્યા 148 થઈ ગઈ છે.

આયોજકોએ તેમની કોવિડ-19 ની દૈનિક માહિતીમાં જણાવ્યું હતું કે કોવિડ-19 માટે ત્રણ ખેલાડીઓ, ચાર કોન્ટ્રાક્ટરો, એક કર્મચારી અને આઠ અન્ય લોક પોઝિટિવ આવ્યા છે. જે ત્રણ ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે તેઓ રમત ગામમાં રહેતા ન હતા. સ્પોર્ટ્સ વિલેજની શરૂઆત થતા ત્યાં અત્યારસુધીમાં 16 કેસ મળી આવ્યા છે. ગેમ્સનો એક વ્યક્તિ અને એક કોન્ટ્રાક્ટર જાપાનનો રહેવાસી છે.

આ પણ વાંચો:- Tokyo Olympics: ભારતને મોટો ઝટકો, મેદવેદેવ સામે ભારતના સુમિત નાગલની હાર

ત્રણેય ખેલાડીઓ અને રમત સાથે સંકળાયેલા સાત લોકોને જરૂરી 14 દિવસના ક્વોરેન્ટાઇનમાં મોકલવામાં આવ્યા છે. કોવિડ-19 માં સંક્રમિત થયા હોય તેવા લોકોમાં ચેક રિપબ્લિક, અમેરિકા, ચિલી, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. ચેક રિપબ્લિકના ચાર ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે. તેમને વચ્ચે વોલીબોલ અને રોડ સાયકલમાંથી પાછા ફરવા દબાણ કર્યું.
(ઇનપુટ ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More