ભારતના સૌથી સફળ મહિલાઓમાંથી એક નીતા અંબાણી પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી પ્રભાવિત કરવાની કોઈ તક ગુમાવતા નથી. પાર્ટી હોય, કેઝ્યૂઅલ ડે આઉટ હોય કે પછી લગ્ન પ્રસંગ...નીતા અંબાણીનો લૂક પ્રશંસનીય હોય છે. તેમના આ લૂક પાછળ કોણ છે તે જો તમે ન જાણતા હોવ તો ચાલો અમે તમને તેમના સ્ટાઈલિસ્ટ વિશે જણાવીએ. નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટ છે મિકી કોન્ટ્રાક્ટર. તેમની ફી જાણીને દંગ રહી જશો.
મિકી કોન્ટ્રાક્ટર ફેશનની દુનિયાની જાણીતી હસ્તી છે. તેમણે પોતાની કરિયર 1992માં શરૂ કરી હતી. આ દરમિયાન મિકી કોન્ટ્રાક્ટરે અભિનેત્રી કાજોલ સાથે બેખુદીમાં તેમના મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. મિકીએ હમ આપ કે હૈ કોન, દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન, કાર્તિક કોલિંગ કાર્તિક, ડોન, વીરે દી વેડિંગ, ગુડ ન્યૂઝ અને એવી અનેક ફિલ્મો કરી છે.
અંબાણી સહિત આ સેલેબ્સ સાથે કર્યું કામ
મિકીની રચનાત્મકતાએ ખુબ ધ્યાન આકર્ષિત કર્યું છે. કારણ કે તેમણે અંબાણી મહિલાઓ, નીતા, ઈશા અને શ્લોકા સાથે કામ કરતા પોતાની સ્કીલનું પ્રદર્શન કર્યું. અંબાણી ઉપરાંત મિકીએ ગ્લેમરની દુનિયાની કેટલીક એ લિસ્ટેડ હસ્તીઓ સાથે પણ કામ કર્યું છે જેમાં અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપડા, દીપિકા પાદૂકોણ, ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, અને આલિયા ભટ્ટ વગેરે સામેલ છે.
કેટલી છે ફી
મિકી કોન્ટ્રાક્ટરની ફી વિશે જાણીએ તો મિકીના ક્લાયન્ટ ગ્લેમર દુનિયા સાથે જોડાયેલા છે. આથી તેમનો એક દિવસનો ચાર્જ જાણીને લોકોને નવાઈ લાગી શકે છે. HerZindagiના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેમનો ચાર્જ 25 હજાર રૂપિયાથી શરૂ થાય છે. Siasat ના જણાવ્યાં મુજબ મુંબઈમાં મિકી કોન્ટ્રાક્ટરનો પગાર 75 હજાર રૂપિયાથી શરૂ થઈને 1 લાખ રૂપિયા પ્રતિદિન સુધીનો છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે