નવી દિલ્હીઃ આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 1-3થી મળેલી હાર અને સિરીઝ દરમિયાન ડ્રેસિંગ રૂમની વાતો લીક થવા પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે સહાયક કોચ અભિષેક નાયરને બહાર કર્યો છે, જ્યારે તેનો કાર્યકાળ 8 મહિના પહેલા શરૂ થયો હતો. તમને જણાવી દઈએ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ બીસીસીઆઈએ રિવ્યુ મીટિંગ કરી હતી, તેમાં ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ ફરિયાદ કરી હતી કે ડ્રેસિંગ રૂમના સમાચાર બહાર આવી રહ્યાં છે.
દૈનિક જાગરણમાં છપાયેલા સમાચાર અનુસાર, સહાયક કોચ અભિષેક નાયર સિવાય ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈને પણ બરતરફ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નાયરની જગ્યાએ કોઈની નિમણૂક કરવામાં આવશે નહીં કારણ કે સિતાંશુ કોટક ટીમ ઈન્ડિયા સાથે બેટિંગ કોચ તરીકે પહેલાથી જ જોડાયેલા છે. દિલીપનું કામ આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડેસ્કેટ દ્વારા જોવામાં આવશે.
આ પણ વાંચોઃ મુસ્લિમ યુવતીએ હિંદુ ક્રિકેટર સાથે કર્યા લગ્ન,પ્રેમમાં ક્લીન બોલ્ડ થયો ધોનીનો ધુરંધર
ટ્રેનર સોહમ દેસાઈની જગ્યા એડ્રિયન લિ રૂ લેશે, જે અત્યારે આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સ સાથે જોડાયેલા છે. તે 2008થી 2019 સુધી કેકેઆર સાથે જોડાયેલા રહ્યા, તેણે 2002થી 2003 સુધી ટીમ ઈન્ડિયાની સાથે કામ કર્યું હતું. તેનો બીસીસીઆઈ સાથે કરાર થઈ ગયો છે.
વિવાદોમાં રહી હતી BGT સિરીઝ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ 1-3થી હારી હતી. આ સિરીઝ વચ્ચે અશ્વિને નિવૃત્તિ લઈ લીધી હતી. રોહિત શર્માએ સિડની ટેસ્ટમાં ખુદને બહાર કરી લીધો હતો, ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ટીમની અંદર બધુ બરાબર નથી. ભારતીય ડ્રેસિંગ રૂમના સમાચાર પણ બહાર આવી ગયા હતા, જેથી મામલો વધુ ગરમાયો હતો. એક સભ્યએ તેની ફરિયાદ બીસીસીઆઈને કરી હતી. આ પહેલા ટીમે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે પણ ટેસ્ટ સિરીઝ ગુમાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે