Home> Business
Advertisement
Prev
Next

જેલમાં બંધ રતુલ પુરી સાથે પૂછપરછ કરશે ED, કોર્ટે આપી પરવાનગી

વેરિફિકેશન બાદ ખબર પડી કે રતુલ પુરીએ 8 કરોડ રૂપિયા અમેરિકાના કોઇ ક્લબમાં ખર્ચ કરવામાં આવ્યા. આ ઉપરાંત નવેમ્બર 2011થી ઓક્ટોબર 2016 વચ્ચે રતુલ પુરીએ પોતાની અમીરીમાં લગભગ 32 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

જેલમાં બંધ રતુલ પુરી સાથે પૂછપરછ કરશે ED, કોર્ટે આપી પરવાનગી

નવી દિલ્હી: અગસ્તા વેસ્ટલેંડ મની લોન્ડ્રીંગ કેસ (Augusta westland money laundering case) માં દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે ઇડીને રતુલ પુરી પાસેથી પૂછપરછની પરવાનગી આપી છે. રતુલ પુરીના વકીલે કહ્યું કે તેમણે (રતુલ પુરે) ઇડીની પૂછપરછ કોઇ વાંધી નથી અને તેમાં પુરો સહયોગ કરશે. એમપીના સીએમ કમલનાથના ભત્રીજા રતુલ પુરી પાસેથી અગસ્તા વેસ્ટલેંડ કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રીંગ કેસમાં ત્રણ દિવસ પૂછપરછ કરશે. હાલ રતુલ પુરી તિહાલ જેલમાં બંધ છે. કોર્ટમાં ઇડી દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં એક સાક્ષીનો ખતરો છે જે પ્રભાવિત થઇ શકે છે.

fallbacks

કંપની સાથે જોડાયેલા ઘણ રાજનો કર્યો પર્દાફાશ
આ પહેલાં અમેરિકાના એક નાઇટ ક્લબમાં એક જ રાતમાંલ અગભગ 8 કરોડ રૂપિયા કરવાના મામલે ઇડીએ પુરીને શંકાના દાયરામાં લેવામાં આવ્યા હતા. સાથે જ તેમના વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. દિલ્હી હાઇકોર્ટમાં ઇડીએ 110 પેજની ચાર્જશીટમાં મોજર બીયર ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા ઘણા રાજના પર્દાફાશ કર્યા હતા. ઇડીએ કોર્ટમાં જણાવ્યું હતું કે કંપનીએ પોતાની એસોસિએટ કંપનીઓમાં 8 હજાર કરોડનું રોકાણ કર્યું છે, જે મની લોન્ડ્રીંગના કાયદા વિરૂદ્ધ છે.

ટ્રેન 3 કલાક મોડી પડી તો મુસાફરોને મળશે વળતર, રેલવેના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું

લોનની રકમ ટ્રાંસફર કરવી ઇડીને ખટક્યું
કંપનીએ પોતાના નામે લીધેલી લોને પોતાની સહયોગી બેંકોને ટ્રાંસફર કરીને વધુ મુસીબત માથે લઇ લીધી છે. હજારો સબ્સિડરી ખાતાધારકો પર લોનની રકમને ટ્રાંસફર કરી તે ઇડીને ખટકી રહ્યું છે. રતુલ પુરી પહેલાંથી જ અગસ્તા વેસ્ટલેંડ મામલે જેલમાં છે. હાલ ઇડી તેમની બધી લેણદેણ અને કંપની સાથે-સાથે તેમનું એકાઉન્ટ્સ પણ ચેક કર્યું છે. આ દરમિયાન પુરીના રાજસી ઠાટમાઠમાં ખર્ચ કરવામાં આવેલી રકમનું વિવરણ તેમના હાથ લાગ્યું હતું. 

વેરિફિકેશન બાદ ખબર પડી કે રતુલ પુરીએ 8 કરોડ રૂપિયા અમેરિકાના કોઇ ક્લબમાં ખર્ચ કરવામાં આવ્યા. આ ઉપરાંત નવેમ્બર 2011થી ઓક્ટોબર 2016 વચ્ચે રતુલ પુરીએ પોતાની અમીરીમાં લગભગ 32 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. તેમના ઉપર મોજર બિયર કંપનીના ડાયરેક્ટરો અને પ્રમોટરોએ કંપનીના વ્યવસાયિક પૈસાને પોતાના પર ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એ પણ કહ્યું કે પુરીએ બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમને પણ પોતાની ઠાઠમાઠ માટે ખર્ચ કરે છે.  

22 ઓક્ટોબરે બેંકોની હડતાળ, 10 બેંકો બંધ રહેશે, તો આ બેંકોમાં કામકાજ રહેશે ચાલુ

20 ઓગસ્ટના રોજ થઇ હતી ધરપકડ
પુરીએ 3,600 કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેંડ હેલિકોપ્ટરમાં કૌભાંડમાં પણ આરોપ છે. તેમણે મની લોન્ડ્રીંગ મામલે 20 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવશે. ત્યારથી તે જેલમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More