Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : બંગલામાં ચાલતી બર્થડે પાર્ટી પર રેડ, 10 નબીરા દારૂ પીતા પકડાયા

અમદાવાદના પોશ વિસ્તારમાં ચાલતી દારૂની પાર્ટી અમદાવાદ પોલીસે મોડી રાત્રે પકડી પાડી છે. જેમાં માલેતુજાર પરિવારના 10 જેટલા નબીરા દારૂ પીતા પકડાયા છે. પોલીસે રેડ પાડતા દસેય યુવકો દારૂ પીતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે પોલીસ સ્ટેશનમાં યુવકો તથા તેમની મોંઘીદાટ ગાડીઓ લાવવામાં આવી હતી. 

અમદાવાદ : બંગલામાં ચાલતી બર્થડે પાર્ટી પર રેડ, 10 નબીરા દારૂ પીતા પકડાયા

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના પોશ વિસ્તારમાં ચાલતી દારૂની પાર્ટી અમદાવાદ પોલીસે મોડી રાત્રે પકડી પાડી છે. જેમાં માલેતુજાર પરિવારના 10 જેટલા નબીરા દારૂ પીતા પકડાયા છે. પોલીસે રેડ પાડતા દસેય યુવકો દારૂ પીતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે પોલીસ સ્ટેશનમાં યુવકો તથા તેમની મોંઘીદાટ ગાડીઓ લાવવામાં આવી હતી. 

fallbacks

Photos : અમરાઈવાડી બેઠક પર અનોખો નજારો, જુડવા ભાઈ અને જુડવા બહેનોની જોડી વોટ આપવા પહોંચી

બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારના આદરોડા ગામ નજીક આવેલ કિંગ્સ વિલેના વીક-એન્ડ બંગલા નંબર 100માં ચાલતી બર્થડે પાર્ટી પર રેડ પાડવામાં આવી હતી. અમદાવાદના ભવિત પારેખ નામના યુવકની બર્થ-ડે પાર્ટી ચાલી રહી હતી, ત્યારે પોલીસે રેડ પાડતા 10 યુવકો દારૂ પીતા ઝડપાયા હતા. જેમાં મોટાભાગના યુવકો અમદાવાદના છે, તો કેટલાક રાજકોટના રહેવાસી પણ છે. પોલીસે દસ નબીરાઓ પાસેથી છ લક્ઝુરિયસ કાર સાથે 99,53,645 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રોહી એકટ કલમ ૬૫-ઈ, ૬૬(૧)બી, ૬૮, ૮૫(૧), ૮૪, ૮૧ મુજબ આરોપીઓની ધરપકડ કરી છે. 

ધર્મ અને આધ્યાત્મ : માતાની પૂજાના નામે સળગતા અંગારાનો ખેલ, જુઓ નવસારીનો Video

કયા કયા નબીરા પકડાયા...
(૧) ભવીત ભરતભાઇ પારેખ (રહે થલતેજ અમદાવાદ) 
(૨) માધવ ભરતભાઇ તેરૈયા (રહે બોડકદેવ અમદાવાદ)
(3) જય રમણીકભાઇ પટેલ (રહે. રિધ્ઘી સિધ્ધી બંગ્લોઝ, રાજકોટ) 
(૪) હાર્દીક હરેશભાઇ જૈન (રહે. ઓમ રામનગર, રાજકોટ) 
(પ ) સવરીન શૈલેષભાઇ પટેલ (રહે. 52, અપી એપાટેમેન્ટ, રાજકોટ) 
(૬) દિપ મહેશભાઇ પટેલ (રહે. ચિત્રકુટ એપાર્ટમેન્ટ, રાજકોટ) 
(૭) કુશલ સુરેશભાઇ ઠક્કર (ગ્રીનમેકો બંગ્લોઝ, અમદાવાદ) 
(૮) ધવલ ભર તકુમાર ગાંધી (સ્વસ્તિક સોસાયટી, અમદાવાદ) 
(૯) માલવ ઉદયન નાણાવટી (રહે. અમદાવાદ) 
(૧૦) ધવલ જયેશભાઇ ઠક્કર (રહે. અમદાવાદ) 
(૧૧) દારુ લાવી આપનાર ફરાર આરોપી દેવેન્દ્ર (ધાટલોડીયા, અમદાવાદ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More