Home> Business
Advertisement
Prev
Next

AC, Cooler અને પંખાના ભાવ વધારવાની તૈયારી, અત્યારે શોપિંગ કરશો તો થશે ફાયદો

સતત વધતી જતી મોંઘવારી (Inflation) ની અસર હવે વિજળી ઉપકરણો પર પણ પડવા જઇ રહી છે. પડતર કિંમતમાં (Costing) વધારો થતાં હવે વિજળીનો સામાન મોંઘો થવા જઇ રહ્યો છે.

AC, Cooler અને પંખાના ભાવ વધારવાની તૈયારી, અત્યારે શોપિંગ કરશો તો થશે ફાયદો

નવી દિલ્હી: સતત વધતી જતી મોંઘવારી (Inflation) ની અસર હવે વિજળી ઉપકરણો પર પણ પડવા જઇ રહી છે. પડતર કિંમતમાં (Costing) વધારો થતાં હવે વિજળીનો સામાન મોંઘો થવા જઇ રહ્યો છે. આગામી મહિનામાં એસી, કૂલર અને પંખાના ભાવ વધુ ચૂકવવા પડી શકે છે. બજારમાં જે પ્રકારે સમાચાર સામે આવી રહ્યું છે તેનાથી લગભગ નક્કી છે કે આગામી મહિનાની શરૂઆત સાથે જ મોંઘવારી વધુ વધી જશે. 

fallbacks

લગભગ 2 હજાર રૂપિયા સુધી મોંઘું થઇ શકે છે AC
જેમ જેમ ગરમીની સિઝન નજીક આવી રહ્યું છે, AC ની જરૂરિયાત મહેસૂસ થાય છે. જો તમે આ મહિને એસી ખરીદ્યું નહી તો આગામી મહિને તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. પડતર કિંઅમ્ત વધતાં 4 થી 6 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. તેની સીધી અસર એ થશે કે એવીની કિંમતમાં 1500 થી 200 રૂપિયાનો વધારો થઇ શકે છે. 

Kangana Ranaut એ આ વખતે ગાંધીજી પર તાક્યું તીર, કહ્યું- તે મહાન નેતા હતા પરંતુ મહાન પતિ નહી...

પડતર વધુ હોવાથી વધારો
વિજ ઉપકરણ બનાવનાર કંપની પડતર કિંમતનો હવાલો આપી રહી છે. પોલિમર્સ, કોપર, સ્ટીલ, પેકેજિંગ મટેરિયલ્સના ભાવમાં ભારે ઉછાળો આવતાં ઉત્પાદન ખર્ચ વધ્યો છે. કોપરની કિંમત રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી છે. તેના કારણે વિજળીના ઉપકરણો મોંઘા થવા જઇ રહ્યા છે. કૂલરની કિંમતમાં પણ 1 હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. 

Farmers Protest: ખેડૂતોએ વિપક્ષનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું નથી, તપાસથી ડરેલા છે નેતા: રાકેશ ટિકૈત

પંખો પણ થશે મોંઘો
એવું નથી કે ફક્ત એસી પર જ મોંઘવારીની માર પડવાની છે. પંખા પણ મોંઘવારીની મારથી બચી શકશે નહી. તાંબુ મોંઘુ થતાં પંખા બનાવવાનો ખર્ચ વધી શકે છે જેના લીધે હવે વેપારીઓ પંખાના ભાવ વધારી શકે છે. ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો પોતાની આર્થિક સ્થિતિ અનુસાર વિજ ઉપકરણો ખરીદે છે. 

ગત વર્ષે ગરમીની સિઝનમાં કોરોનાના કારણે એકદમ ફ્લોપ રહ્યો હતો. આર્થિક સમસ્યાના કારણે લોકોએ સામાન ખરીદ્યો ન હતો. જેના લીધે વેપારીઓને ભારે નુકસાન થયું હતું. હવે જેમ જેમ દેશ કોરોનાને માત આપીને આગળ વધી રહ્યો છે તો આશા છે કે બિઝનેસ પર પણ તેની અસર પડશે. લોકો જરૂરિયાત અનુસાર ખરીદી કરશે અને તેની માંગ વધશે. આપૂર્તિ કરવા માટે કંપની વધુ ઉત્પાદન કરશે અને અર્થવ્યવસ્થા પહેલાં ની માફક દોડવા લાગશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More