Home> India
Advertisement
Prev
Next

Mizoram સહિત 4 રાજ્યોમાં ઘૂસણખોરીનું એલર્ટ, ગૃહ મંત્રાલયે આપ્યા કડક કાર્યવાહીના નિર્દેશ

પડોશી દેશ મ્યાંમાર (Myanmar) માં તખ્તાપલટ બાદ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે કેંદ્રીય ગૃહ મંત્રાલય (Union Ministry of Home Affairs) એ શુક્રવારે 4 રાજ્યોમાં ઘૂસણખોરી (Infiltration) નું એલર્ટ જાહેર કર્યું છે. આ સથે જ ઘૂસણખોરી થતાં કાયદેસર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. 

Mizoram સહિત 4 રાજ્યોમાં ઘૂસણખોરીનું એલર્ટ, ગૃહ મંત્રાલયે આપ્યા કડક કાર્યવાહીના નિર્દેશ

નવી દિલ્હી: પડોશી દેશ મ્યાંમાર (Myanmar) માં તખ્તાપલટ બાદ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે કેંદ્રીય ગૃહ મંત્રાલય (Union Ministry of Home Affairs) એ શુક્રવારે 4 રાજ્યોમાં ઘૂસણખોરી (Infiltration) નું એલર્ટ જાહેર કર્યું છે. આ સથે જ ઘૂસણખોરી થતાં કાયદેસર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. 

fallbacks

લિસ્ટમાં આ 4 રાજ્યોના નામ સામેલ
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૃહ મંત્રાલયે એક પત્રમાં પૂર્વોત્તરના ચાર રાજ્યો (મિઝોરમ, મણિપુર, નાગાલેંડ અને અરૂણાચલ પ્રદેશ)ને મ્યાંમાર બોર્ડર પારથી ઐવધ પ્રવેશને લઇને ચેતવ્યા છે. સાથે જ એવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તમામ સાવધાનીઓ વર્તવાના નિર્દેશ આપ્યા છે. 

Kangana Ranaut એ આ વખતે ગાંધીજી પર તાક્યું તીર, કહ્યું- તે મહાન નેતા હતા પરંતુ મહાન પતિ નહી...

મિઝોરમમાં ઘૂસી ગયા હતા 16 શરણાર્થીઓ
મિઝોરમ સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે મ્યાંમારથી 16 લોકો રાજ્યની સીમામાં પ્રવેશ કરી ગયા, જેમાંથી 11 એ દાવો કર્યો કે તે પોલીસકર્મી હતા. પછી મ્યાંમારે પોતાના 8 પોલીસકર્મીઓને તેમને સોંપવા માટે કહ્યું હતું. તો બીજી તરફ મણિપુરના સીએમ એન બીરેન સિંહે પણ મ્યાંમારથી લોકોના રાજ્યમાં પ્રવેશનો પ્રયત્ન કરવાની વાત કહી હતી. જોકે સુરક્ષાબળોની મોટી સંખ્યામાં તૈનાતી જોતાં તે પરત ફર્યા હતા. 

Farmers Protest: ખેડૂતોએ વિપક્ષનું સંપૂર્ણ સમર્થન મળી રહ્યું નથી, તપાસથી ડરેલા છે નેતા: રાકેશ ટિકૈત

મ્યાંમારમાં ઉગ્ર થયા પ્રદર્શનકારીઓ
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાં ચાલી રહેલા પ્રદર્શન સતત ઉગ્ર બનતા જાય છે. આ દરમિયાન ગુરૂવારે સુરક્ષાબળોની કાર્યવાહીમાં 10 પ્રદર્શનકારીઓને ગોળી વાગતાં તેમના મોત થયા. આ ઉપરાંત યાંગૂન, માંડલે, બાગો અને તુઆંગૂમાં પણ એક-એક પ્રદર્શનકારીના મોત થયા છે. આ પહેલાં પણ સુરક્ષાબળોએ પ્રદર્શનકારી પર ગોળીબારી કરી હતી. જેમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More