ELI Scheme: દેશમાં સરકાર 1 ઓગસ્ટથી એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (ELI) શરૂ કરવા જઈ રહી છે. આ રીતે પ્રથમવાર નોકરી કરનાર યુવાઓને સરકાર તરફથી 15000 રૂપિયા આપવામાં આવશે. આ સ્કીમનો ઈરાદો યુવાઓને રોજગાર માટે પ્રોત્સાહિત કરવા, દેશમાં આવનાર સમય માટે એક સ્કિલ્ડ વર્કફોર્સ તૈયાર કરવો, જોબ ક્રિએશનની તત્કાલ જરૂરીયાત પૂરી કરવી અને મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવાનો છે.
કોને મળશે સ્કીમનો લાભ?
સરકારની આ યોજનાનો લાભ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચે જોઈન કરનાર કર્મચારીઓને મળશે. તેની આગળ કે પહેલા નોકરીમાં જોડાનાર યુવાઓને યોજનામાં સામેલ કરવામાં આવશે નહીં. સરકારે આ માટે 99446 કરોડ રૂપિયાનું બજેટ પણ રાખ્યું છે.
આ સ્કીમનો ફાયદો માત્ર કર્મચારીઓને નહીં મળે, પરંતુ કંપનીઓને પણ મળશે. તેને પ્રતિ કર્મચારી હિસાબે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે આ સ્કીમ દ્વારા વધુમાં વધુ લોકોને નોકરી મળે. સરકારનું લક્ષ્ય રોજગારની તકોને વધારવા માટે એક વધુ સ્ટ્રક્ચર્ડ અને ઈફેક્ટિવ ફ્રેમવર્ક બનાવવાનું છે.
કઈ રીતે ગણવામાં આવશે પ્રથમ પગાર?
આ સ્કીમ હેઠળ પ્રથમવાર 1 લાખ રૂપિયા દર મહિના સુધી કમાનાર કર્મચારીઓને એક મહિનાની ઈપીએફ સેલેરી બરાબર ઈન્સેટિવ આપવામાં આવશે. તેની મર્યાદા 15000 રૂપિયા છે. પ્રથમવાર નોકરી તેને માનવામાં આવશે, જ્યારે પ્રથમવાર પીએમ એકાઉન્ટ ખોલ્યું હોય. માની લો તમે કોઈ જગ્યાએ નોકરી કરો છો, પરંતુ તમારૂ પીએફ કપાતું નથી.
આ પણ વાંચોઃ પીએમ કિસાનના 20મા હપ્તા પર મોટા અપડેટ, શું 18 જુલાઈએ ખાતામાં આવશે 2000 રૂપિયા?
1 ઓગસ્ટથી યોજના લાગૂ થયા બાદ જ્યારે તમે પીએફ હેઠળ આવી જશો, આ સ્કીમ માટે પાત્ર થઈ જશો. આ પૈસા બે હપ્તામાં મળશે- પ્રથમ હપ્તો છ મહિના બાદ અને બીજો હપ્તો 12 મહિના બાદ નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મળશે. સરકાર કંપનીને પ્રતિ કર્મચારી પ્રમાણે પૈસા આપશે.
કંપની માટે શરતો
સરકાર 1 લાખ રૂપિયા સુધીના પગારવાળા પ્રતિ કર્મચારી માટે કંપનીને મહિનાના 3000 રૂપિયા આપશે. જો કોઈ કર્મચારીનો પગાર 10000 રૂપિયા કે તેથી ઓછો હોય, તો તેના પ્રમાણમાં પૈસા આપવામાં આવશે. જો પગાર 20000 થી 1 લાખ રૂપિયાની વચ્ચે હોય, તો કંપનીને પ્રતિ કર્મચારી 3000 રૂપિયા મળશે.
પરંતુ આ માટે કંપનીએ EPFO હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો કંપનીમાં 50થી ઓછા કર્મચારી છે તો આ સ્કીમ હેઠળ બે નવા કર્મચારીઓની નિમણૂંક કરવી પડશે અને જો 50થી વધુ છે તો 5 નવા કર્મચારીઓની નિમણૂંક કરવી પડશે, જેણે ઓછામાં ઓછા છ મહિના સંસ્થા સાથે જોડાઈને કામ કરવું પડશે.
સ્કીમની અન્ય ખાસિયત
સ્કીમની વધુ એક ખાસ વાત છે કે તે માટે કોઈ અરજી કરવાની રહેશે નહીં. પીએફ એકાઉન્ટ ખોલાવવાની સાથે તમારો ડેટા સરકાર પાસે જતો રહેશે અને સતત છ મહિના સુધી પીએફના પૈસા કપાયા બાદ ઓટોમેટિક ઈન્સેટિવની રકમ તમારા ખાતામાં આવી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે