Gujarat Politics ; શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદથી રાજીનામું આપ્યા બાદ હવે કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા સુકાની. આ માટે દિલ્હીમાં ગઈકાલે ભારે મંથન થયું હતું. ત્યારે ટૂંક જ સમયમાં પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાના નામ જાહેર થાય તેવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ માટે હાઇકમાન્ડે પેનલ તૈયાર કરી છે. પ્રદેશ અધ્યક્ષ માટે ત્રણ નામોની પેનલ તૈયાર કરાઈ છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે બે નામોની પેનલ તૈયાર કરાઈ છે. તો પ્રદેશ અધ્યક્ષ માટે અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈના નામ ટોપ-3 માં છે. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા માટે શૈલેષ પરમાર અને કિરીટ પટેલના નામ ચર્ચામાં છ.
ગઈકાલે રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ નામો નક્કી કરાયા છે. તમામ નેતાઓ સાથે વન ટુ વન બેઠકો બાદ પેનલો તૈયાર કરાઈ. ટૂંક જ સમયમાં પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાના નામ જાહેર થશે. બંને હોદ્દા માટે સર્વસંમતિ બને એવા હાઈકમાન્ડે પ્રયત્નો કર્યા છે.
મને ગુજરાતી નથી આવડતું... પૂછવા પર યુવકને ગુજરાતીઓ પાસેથી મળ્યા આવા જવાબ
ગુજરાત કોંગ્રસેના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. ગુજરાત કોંગ્રેસનુ સુકાન કોને સોપવું તે અંગે ચર્ચા કરી હતી. એટલું જ નહિ, રાહુલ ગાંધીએ નેતાઓ સાથે વન ટુ વન બેઠક પણ કરી હતી. તમામ નેતાઓ પાસેથી કોને પ્રમુખ બનાવી શકાય તે અંગે અભિપ્રાય મેળવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ, પુર્વ વિપક્ષના નેતા સહિતના આગેવાનો સાથે પણ બેઠક કરી.
આ નેતાઓને દિલ્હી બોલાવાયા
શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવી ચર્ચા છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી લગ્નના ઘોડા અને રેસના ઘોડાની ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આવામાં સંગઠનમાં પણ ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે