EPFO Investment: દર મહિને સેલેરીમાંથી પ્રોવિડન્ટ ફંડ (PF)ના નામે કાપવામાં આવતી રકમ ઘણા લોકો માટે ફક્ત કપાત જ રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રૂપિયા ફક્ત તમારા PF ખાતામાં જ જમા થતા નથી, પરંતુ EPFO આ રકમનું રોકાણ પણ કરે છે? આ રોકાણ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે અને શું આમાં તમારા મહેનતના રૂપિયા પર કોઈ જોખમ છે? ચાલો જાણીએ સંપૂર્ણ સત્ય.
EPF સ્કીમ હેઠળ કર્મચારી અને નોકરીદાતા બન્ને તેમના મૂળ પગારના 12% ફાળો આપે છે. કર્મચારી દ્વારા ફાળો આપવામાં આવેલી સંપૂર્ણ રકમ EPF ખાતામાં જાય છે, જેના પર દર વર્ષે વ્યાજ ચૂકવવામાં આવે છે. પરંતુ નોકરીદાતાનું યોગદાન ત્રણ ભાગમાં વહેંચાયેલું છે - 3.67% EPFમાં જાય છે, 8.33% EPS (પેન્શન)માં જાય છે અને થોડી રકમ EDLI (વીમા) યોજનામાં જાય છે.
પિમ્પલ્સ પર 'લાળ' લગાવે છે તમન્ના ભાટિયા! નિષ્ણાત પાસેથી જાણો કેટલું અસરકારક છે આ બ્યુટી સીક્રેટ?
EPFO ક્યાં રોકાણ કરે છે તમારા રૂપિયા?
EPFO ફક્ત જમા રકમ જ રાખતું નથી, પરંતુ તેનો મોટો હિસ્સો રોકાણ કરે છે. લગભગ 85% નાણાં સરકારી બોન્ડ, ટ્રેઝરી બિલ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોની ગેરંટીકૃત યોજનાઓ જેવા સુરક્ષિત રોકાણ વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે છે. તેનો હેતુ રિટર્ન સુનિશ્ચિત કરવાનો અને મુદ્દલ સુરક્ષિત રાખવાનો છે. તાજેતરના વર્ષોમાં EPFOએ શેરબજાર સંબંધિત ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ)માં તેના કુલ રોકાણના લગભગ 15% રોકાણ કરવાનું પણ શરૂ કર્યું છે. આ રોકાણ લાંબા ગાળાના વળતરમાં વધારો કરવાના હેતુથી કરવામાં આવ્યું છે. જો કે, તેના જોખમને મર્યાદિત રાખવાના પ્રયાસો કરવામાં આવે છે.
લોકોના લોહીને મચ્છરોં માટે ઝેર બનાવી દેશે આ દવા, કરડતા જ થઈ જશે મોત! જાણો આ ચોંકાવનારી શોધ વિશે
શું રિસ્કમાં તો નથીને તમારી કમાણી?
EPFOનું રોકાણ મોડેલ સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. શેરબજારમાં રોકાણ મર્યાદા નિશ્ચિત છે અને તે ફક્ત ETF સુધી મર્યાદિત છે, જે કોઈ સીધું જોખમ ઊભું કરતું નથી. આ ઉપરાંત EPFO એક સરકારી સંસ્થા છે, જે પારદર્શિતા અને રોકાણ સંબંધિત નિયમોનું પાલન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે