Home> Sports
Advertisement
Prev
Next

Ind vs Eng : 5મી ટેસ્ટમાં ભારે રસાકસી બાદ આખરે ભારતની જીત, સિરીઝ 2-2થી ડ્રો

India vs England 5th Test : એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ ટેસ્ટમાં ભારતનીન શાદાર જીત થઈ છે. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં ભારતે ઇંગ્લિશ ટીમને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડ આ ટાર્ગેટ ચેઝ કરી શક્યું નહોતું અને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

Ind vs Eng : 5મી ટેસ્ટમાં ભારે રસાકસી બાદ આખરે ભારતની જીત, સિરીઝ 2-2થી ડ્રો

India vs England 5th Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ભારે રસાકસી જોવા મળી. ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર વિજયના ઉંબરે ઉભેલી ઇંગ્લેન્ડની ટીમને વિજયની ભીખ માંગવા મજબૂર કરી. ઓવલ ટેસ્ટમાં ભારતે 6 રનથી મેચ જીતીને સિરીઝ 2-2થી ડ્રો કરી છે. વરસાદ-તોફાન ટીમ ઇન્ડિયા માટે વરદાન સાબિત થયું. 5મા દિવસે ટીમ ઇન્ડિયાના બોલરો તાજગીભર્યા દેખાવ સાથે બહાર આવ્યા અને ઇંગ્લેન્ડના જડબામાંથી વિજય છીનવી લીધો.

fallbacks

20 જૂનથી શરૂ થયેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ ટેસ્ટમાં ભારતની શાનદાર જીત થઈ છે. લંડનના ઓવલ મેદાન પર રમાયેલી આ મેચમાં જોરદાર રસાકસી જોવા મળી હતી. છેલ્લા દિવસે ભારતને જીતવા માટે ચાર વિકેટની જરૂર હતી, જ્યારે ઇંગ્લેન્ડને 35 રનની જરૂર હતી. ભારત જીતતા આ શ્રેણી 2-2થી બરાબર થઈ છે. 

આ મેચમાં ભારતે ઇંગ્લિશ ટીમને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે તેની પહેલી ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 247 રન બનાવ્યા હતા. એટલે કે, યજમાન ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગના આધારે 23 રનની થોડી લીડ મળી હતી. આ પછી, ભારતીય ટીમે તેની બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા. 

જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે તેની ધમાકેદાર બેટિંગથી મેચ પોતાની મુઠ્ઠીમાં કરી લીધી હતી. ચોથા દિવસે હેરી બ્રુક અને જો રૂટે ભારતીય બોલરો માટે મુશ્કેલી ઉભી કરી હતી. બંને બેટ્સમેનોએ સદી ફટકારી અને ઈંગ્લેન્ડના કેમ્પમાં ઉજવણી લગભગ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ભાગ્યમાં કંઈક બીજું જ હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More